તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સ્માર્ટ સિટીના રસ્તા, બગીચા માટે લોકોનાં સૂચનો મંગાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટીના રસ્તા, બગીચા માટે લોકોનાં સૂચનો મંગાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|સુરત

સ્માર્ટસીટી અંતર્ગત મગોબ, ડુંભાલ અને ઉમરવાડા વિસ્તારની સાત ટીપી સ્કીમ એરીયા બેઇઝ ડેવલપ કરવાનુ નક્કી કરાયુ છે. તેમાં આવતા રસ્તા, જંકશન અને ગાર્ડનને વિકસાવવા માટે લોકો પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા બાદ તે પ્રમાણે વિકસાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં આજે શહેરી વિકાસ મંત્રાલયની ટીમે સાત ટીપી સ્કીમમાં આવેલા રસ્તા પૈકી 2થી 3 રસ્તા, જંકશન અને ગાર્ડન વિકસાવવા માટે સ્થળ મુલાકાત લીધી હતી.

શહેરી વિકાસ મંત્રાલયની ટીમ દ્વારા સ્માર્ટ સીટીમાં નક્કી કરાયેલી સાત ટીપી સ્કીમ ટીપી 7 આંજણા, ટીપી 8 ઉમરવાડા, ટીપી 19 પરવત મગોબ, ટીપી 33 ડુંભાલ, ટીપી 34 મગોબ- ડુંભાલ, ટીપી 53 મગોબ ડુંભાલ, ટીપી 64 ડુંભાલ મગોબને એરીયા બેઇઝ ડેવલપ કરવાનુ નક્કી કરાયુ છે. ટીપી સ્કીમમાં આવતા રસ્તા, જંકશન અને ગાર્ડનની મુલાકાત આજે શહેરી વિકાસ મંત્રાલયની ટીમે લીધી હતી.તેમાં વરાછા સેન્ટ્રલ સ્ટોર વાળો રસ્તો અને તેની પાસેનુ જંકશન તથા કિન્નરીથી ભાઠેના વાળો રસ્તા અને તેની પાસેનુ જંકશન અને ઉમરવાડામાં આવેલા વીર ભગતસિંહ ગાર્ડનને વિકસાવવાનુ નક્કી હાલમાં કરાયુ છે. તેને વિકસાવવા માટે આગામી દિવસોમાં પાલિકા દ્વારા લોકો પાસે સુચનો મંગાવવામાં આવશે અને તે પ્રમાણે વિકસાવવાનુ નક્કી કરાયુ છે.

ટીપીને એરિયા બેઇઝ વિકસાવવા શહેરી વિકાસ મંત્રાલયની ટીમે મુલાકાત લીધી

શહેરની 7 ટીપી સ્કીમ ડેવલપ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો