તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આવાસના ડ્રોમાં વહીવટી તંત્રે મુખ્યમંત્રીને પણ મૂર્ખ બનાવ્યા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવાસના ડ્રોમાં વહીવટી તંત્રે મુખ્યમંત્રીને પણ મૂર્ખ બનાવ્યા!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંત્રણ દિવસ પહેલા આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથે આવાસોનો કરવામાં આવેલો ડ્રો સુડાના અધિકારીઓએ રદ કરી દીધો છે. ડ્રો રદ કરવા પાછળ અધિકારીઓએ લાભાર્થીઓને મુખ્યમંત્રીએ કરેલો ડ્રો ડેમો હોવાનું કારણ આપ્યું છે. બીજીતરફ લાભાર્થીઓએ સુડા તંત્ર પર આક્ષેપો કર્યો છે કે ડેમોના નામે રૂંઢ જેવા વિસ્તારના કેટલાક આવાસો અન્યોને બેનંબરમાં રોકડી કરીને વેચી દેવાયા છે.

ગત શુક્રવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરતમાં ઘણાં નવા પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. દરમિયાન મહાપાલિકા, ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સુડાએ બનાવેલા આવાસોનો કમ્પ્યુટરાઈઝ્ડ લકી ડ્રો કરવામાં આવ્યો હતો. જો કે, સમયે મુખ્યમંત્રીના હસ્તે ડ્રોના માધ્યમથી ફાળવવામાં આવેલા આવાસો સુડાએ એકાએક રદ કરી દીધા છે. આવાસ ભૂલથી તેમને ફાળવી દેવાયા હોવાનું કહી તે ડેમો હતા એવું કારણ આપવામાં આવી રહ્યું છે. બીજીતરફ લાભાર્થીઓએ આવાસોની વિગત સુડાની વેબસાઈટ પર પણ જોઈ હતી, જ્યાં તેમના નામે આવાસની ફાળવણી થઈ ગઈ હોવાની વિગત મૂકવામાં આવી હતી. આશરે 35થી 40 લાભાર્થીઓ સાથે રીતે થયું હોવાની ફરિયાદો ઉઠી છે. સોમવારે સુડા ભવનની બહાર મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભેગા થઈ મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. લાભાર્થીઓને પણ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ શુક્રવારે સુડામાં આવાસની ફાળવણી થઈ જતાં આગળની વિધિ અંગે પૂછપરછ કરવા આવ્યા હતા. એકતરફ શનિવારે આવાસોને તેમના નામે ફાળવી શુક્રવારે આવાસોનો ડ્રો ડેમો હોવાનું કહેવાતાં લાભાર્થીઓમાં રોષ ફેલાઈ ગયો હતો.

ડ્રોમાંથી નીકળી ગયેલાને ફોન કરી આવાસ માટે 2 લાખ મંગાયા!

આવાસના ડ્રોમાં જેમના નામ નીકળી ગયા હતા તે પૈકી કેટલાક લાભાર્થીઓને આવાસ અપાવવા ફોન કરીને 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની વાત પાલિકા કમિશનરને રજુઆત કરતી વખતે રજુઆત કરનારાઓએ કરી હતી. જેથી સુડા ઓફિસમાં કામ કરતા કર્મચારીને કોના નામ નીકળી ગયા છે. તેની હકીકતો જાણતો હોવાના કારણે આવા લોકોને ફોન કરીને આવાસ ફા‌ળવવાની વાત કરવામાં આવી હતી. તેથી સમગ્ર બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટુ ભોપાળુ બહાર આવવાની શકયતા રહેલી છે.

મુખ્યમંત્રી આવાસના ઘણા લાભાર્થીઓએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો.

બીજું ફોર્મ ભરવા કહી દેવાયું

^આનંદીબેનના હાથે મને ડ્રો ફાળવાયો હતો. બીજા દિવસે મારો દીકરો સુડા કચેરીમાં ચેક કરવા ગયો ત્યારે પણ A-2, 205 નંબરનું આવાસ ફાળવાયું હોવાનું કહ્યું હતું. જ્યારે સોમવારે પૂછવા ગયા તો ‘તમારું આ‌વાસ નથી લાગ્યું. બીજું ફોર્મ ભરી દો’ એવું કહેવામાં આવ્યું છે. > આશાબેનચૌધરી, લાભાર્થી

ડ્રોમાં નામ આવ્યું ને પછી ના પાડી દીધું

^મુખ્યમંત્રી આવ્યા તે દિવસે અમારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું, પરંતુ સોમવારે આગળની પ્રક્રિયા વિશે જાણવા માટે અમે ગયા તો અમારા નામે કોઈ આવાસ લાગ્યું નથી એવું કહી દેવાયું હતું. અમારી સાથે અન્ય ઘણા લોકો છે જેમની સાથે આવું કરવામાં આવ્યું છે. > કમલેશત્રિવેદી, લાભાર્થી

તો વેબસાઈટ પર નામો કેમ મુકાયા?

^જોડ્રો ડેમો તરીકે કરાયો હોય તો ફાળવણીને રીતે વેબસાઈટ પર કેમ મુકી રાખી હતી. આનંદીબેન પટેલે કરેલો ડ્રો પણ ડેમો હોવાનું આશ્ચર્યજનક બાબત છે. હકીકતમાં અમને જાણવા મળ્યું છે કે આવાસ પોશ વિસ્તારમાં હોવાથી બે નંબરમાં વેચીને રોકડી કરી લેવાઈ છે. > રાજેશભાઈરાણા, લાભાર્થી

^ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરેલો ડ્રો ફાઇનલ છે, તેમાં કોઈ ફેરફાર થઈ શકે. કદાચ સુડાની વેબસાઈટ પર ડેમોવાળા નામ ભૂલમાં મૂક્યા હશે, પરંતુ મુખ્યમંત્રીએ ફાળવેલાં તમામ નામ ફાઇનલ ગણાશે. અંગે તપાસ કરાવી વધુ જાણકારી મેળવી લઈશ. > મહેન્દ્રપટેલ, કલેક્ટર

મુખ્યમંત્રીએ કરેલો ડ્રો ફાઇનલ છે

35થી 40 લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ

{ સુડાની વેબસાઇટ પર આવાસોની ફાળવણી છે

{ રૂંઢના આવાસો અન્યોને બે નંબરમાં વેચી દીધાનો આક્ષેપ

{ CMએ આવાસના ડ્રો કર્યા ને સુડાએ ડેમો ગણાવી રદ કરી દીધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો