• Gujarati News
  • વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ માટે યુનિ. સુધી લાંબુ નહી થવું પડે

વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ માટે યુનિ. સુધી લાંબુ નહી થવું પડે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીદ્વારા પહેલા એવુ નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ ત્રીજા રાઉન્ડ માટેની કોલેજ પસંદગી કરવા માટે યુનિવર્સિટી સુધી લાંબા થવું પડશે.પરંતુ વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય તે માટે વિદ્યાર્થીઓને આપેલા પીન નંબર દ્વારા ઓનલાઇન પણ કોલેજોની ચોઇસ ફિ્લિંગ કરી શકશે.ત્રીજા રાઉન્ડની કામગીરી 6 જુલાઇ થી 14 જુલાઇ સુધી યોજાશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2015-16ની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં એફ.વાય.બીકોમ,બીસીએ,એમ.એસસી(આઇટી) બે રાઉન્ડ બાદ બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે ગત વર્ષે કોલેજોમાં પ્રોફેસરો અને પ્રિન્સિપાલ હોય તેવી કોલેજોની કુલ મળી 700 બેઠકો કાપી લેવામાં આવી હતી તે બેઠકો કોલેજો દ્વારા પ્રોફેસરોની તાત્કાલિક ભરતી કરાયા બાદ કોલેજોને ફરી બેઠકો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.