તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ રિપોર્ટર| સુરત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર| સુરત

સિવિલહોસ્પિટલના ચોથા માળે આવેલા પિડિયાટ્રીક વોર્ડની ગેલેરીમાંથી પાંડેસરાની એક મહિલાએ નીચે ઝંપલાવી દીધું હતું. એક મહિનાથી ચિંતિત માતા પુત્રની બિમારી ઠેક ઠેકાણે સારવાર કરાવી હતી. છતાં પુત્ર બિમારીમાંથી બહાર આવતાં માતાએ બિમાર રહેતા પુત્રને લીધે તે આકરું પગલું ભર્યું હતું.

સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા હાઉસીંગ રહેતા અરવિંદ ગુપ્તાની પત્ની પંપીબેન (24) રવિવારે સાંજના સુમારે સિવિલના ચોથા માળે પિડિયાટ્રીક વોર્ડની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી જઈ આપઘાત કરી લીધો હતો. ચોથા માળેથી મહિલા કૂદી પડી જોવાની જાણ થતાં ખટોદરા પોલીસના સિવિલ ચોકીમાં ફરજ બજાવતાં હે.કો.રાજેન્દ્ર, પીસી શશીકાંત દોડી ગયાં હતાં અને તુરંત ફરજ પરના સીએમઓ ડો.ઓમકાર ચૌધરીને જાણ કરતાં સીએમઓ ચૌધરી પણ સ્થળ પર પહોંચી જઈ તપાસ કરી પંપીબેનને મૃત જાહેર કર્યા હતાં. અને લાશને પીએમ માટે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડાવી હતી.

સિવિલ હોસ્પીટલમાં બનેલી ઘટના સંદર્ભે પોલીસે અકસ્માત મોત અનુસાર નોંધ લઇ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ એક મહિનાથી બિમાર પુત્રને લઇ ચિંતિત હતી. પોલીસે પંપીબેનને સંબંધિત તેમજ આસપાસના લોકો અને જ્યાં સારવાર લીધી હતી તબીબનો સંપર્ક કરી મોતના સંભવિત કારણનું તથ્ય ચકાસી રહી છે. તેમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો