તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પાંડેસરામાં 10 ફૂટની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરનારા આયોજકની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરામાં 10 ફૂટની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરનારા આયોજકની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્યાવરણનીસુરક્ષાને લઇને શહેરના પોલીસ કમિશનર દ્વારા ગ્રીન ટ્રીબ્યુનલને અનુસાર કરવામાં આવેલા આદેશ અનુસાર શહેરમાં 9 ફૂટથી વધુ મોટી પ્રતિમા પર પ્રતિબંધ લાદી દીધો હતો. જો કોઈ આયોજકે 9 ફૂટથી વધુ મોટી પ્રતિમા મૂકી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ જારી કરવામાં આવ્યો હતો. માટીની 9 ફૂટથી મોટી અને પીઓપીની 5 ફૂટથી મોટી પ્રતિમા બનાવવા, વેચવા તેમજ સ્થાપના કરવા પર પ્રતિબંધ હોવા છતાં 10 ફુટની પ્રતિમાની સ્થાપના કરનારા આયોજક સામે પાંડેસરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર પોલીસ કમિશનર દ્વારા ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કરાયેલા આદેશને પ્રર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીઓપી તેમજ ફાયબરની 5 ફૂટથી મોટી પ્રતિમા અને માટીની 9 ફૂટથી મોટી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા તેમજ સ્થાપના કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. જેને પગલે શહેર પોલીસ દ્વારા પ્રતિબંધિત કદની પ્રતિમાઓ બનાવનારા તેમજ સ્થાપના કરનારાઓ સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે. પાંડેસરા ગીતાનગરમાં 10 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાની પાંડેસરા પોલીસને માહિતી મળતાં પોલીસે પ્રતિબંધિત કદની પ્રતિમાની સ્થાપના કરનારા આયોજક સત્યેન્દ્ર અયોધ્યાપ્રસાદ પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો