તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઠ હજારથી વધુ લોકોએ ટીટીએફની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | અમદાવાદગયા સપ્તાહે ધમાકેદાર શરૂઆત કર્યા પછી સપ્તાહે સુરતની મધ્યમાં આવેલ દિનદયાળ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા ટીટીએફ સુરતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. લોકોની હાઉસફૂલ હાજરી વચ્ચે 8000થી વધુ મુલાકાતીઓ ટીટીએફમાં સામેલ થયા હતા જેમાથી 1500 તો સુરત અને દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ ટ્રેડના પ્રતિનિધિઓ હતા. શુક્રવારે ટીટીએફ સુરતનુ ઉદ્ધાટન પ્રવાસન પ્રધાન ગણપતસિંહ વસાવાએ કર્યું હતું. તેમણે ટીટીએફ અમદાવાદની પણ મુલાકાત લીધી હતી અને ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવાની ભારે નિષ્ઠા વ્યક્ત કરી હતી.

મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, મને જાણીને આનંદ થયો કે ટીટીએફ ભારતનુ સૌથી મોટું ફેર નેટવર્ક છે અને તેનું આયોજન સુરતમાં કરાયું છે. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના એમડી અને કમિશનર એન.શ્રીવાસ્તવે જણાવ્યુંકે, ગુજરાત ટુરિઝમ ટીટીએફનુ પાર્ટનર બનતાં ગૌરવ અનુભવે છે. ટીટીએફમાં 3 દેશો અને ભારતનાં 21 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો તેમની ટુરિઝમ પ્રોડક્ટ વેચવા માટે એકઠા થયા હતા. ટીટીએફ સુરત પછી તેના પછીના વિકમાં ટીટીએફ મુંબઇમાં(16થી 18 સપ્ટેમ્બરધ) અને તે પછી પુણે(23થી 25 સપ્ટેમ્બર)ના રોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો