તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દોઢ કલાકમાં મુલુન્ડ લઈ જવાયેલું હૃદય ખેડૂતના પુત્રમાં ધબકતું થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોઢ કલાકમાં મુલુન્ડ લઈ જવાયેલું હૃદય ખેડૂતના પુત્રમાં ધબકતું થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરસ્ટેટપિડિયાટ્રીક હૃદય ટ્રાન્સપ્લાન્ટનો બીજો બનાવ પણ ગુજરાતમાં સુરતના નામે નોંધાયો હતો. કતારગામના કારખાનેદારના પુત્રને બ્રેનડેડ જાહેર થતાં તેમના ઓર્ગન ડોનેટનો પરિવારજનોએ સરાહનીય નિર્ણય લીધો હતો. સુરતથી હાર્ટ હેલિકોપ્ટરમાં માત્ર દોઢ કલાકમાં મુંબઈ મુલુન્ડની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું અને ત્યાંના ખેડૂત પુત્રમાં ધબકતું કર્યું હતું. તેમજ ચાર વ્યક્તિને નવજીવન, બે વ્યક્તિને નવી રોશની આપી ઉમદા કાર્ય થયું હતું.

કતારગામની કુસુમપાર્ક સોસાયટી ખાતે રહેતાં રમેશભાઈ પ્રાગજીભાઈ ગજેરાનો 19 વર્ષીય પુત્ર કિવન અમરોલીની સી. જે. પટેલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગત 8મી સપ્ટેમ્બરે છાપરભાઠામાં વી. બી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે આંતરકોલેજ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્રીજા રાઉન્ડમાં તે જીતી ગયો હતો. પરંતુ કુદરતના એક કઠુરાઘાતમાં તે રિંગ પાસે ઢળી પડ્યો હતો. કિવનના મગજમાં લોહી જામી ગયું હોવાનું નિદાન થતાં આયુષ આઈસીયુ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી કરાઇ હતી. જોકે 10 સપ્ટેમ્બરે તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો.

આયુષના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રમેશ પટેલે ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરતાં કિવનના પરિવારજનોને ઓર્ગન ડોનેશનનું મહત્ત્વ જાણી પોતાના ગુરુ પ.પૂ. સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામી કંદળવાળાને પૂછ્યું, જે પછી કિવનનાં અંગોનું દાન કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેથી અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડો.જમાલ રિઝવીનો તથા હૃદય દાન માટે મુંબઈ ઝેડટીસીસીના કોઓડિનેટર રાહૂલનો સંપર્ક કરાયો હતો. મુંબઈની ખાનગી હોસ્પિટલના પિડિયાટ્રીક કાર્ડિયાક સર્જન ડૉ. સારંગ ગાયકવાડ તેમની ટીમે આવીને હૃદયનું દાન સ્વીકાર્યુ હતું તો આઈકેડીઆરસીના ડૉ. જમાલની ટીમે બે કિડની, લીવર અને પેન્ક્રીયાસનું દાન સ્વીકાર્યું હતું. તો ચક્ષુઓનુ દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવાયેલા હૃદયનુ અહેમદનગર શ્રીગોન્ડાતાલુકાના અવાતેવાડીના રહીશ 12 વર્ષીય ખેડૂત પુત્ર સુનીલ સેલકેમાં ડૉ.વિજય અગ્રવાલની ટીમ દ્વારા મુલુન્ડ ખાનગી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. બે કિડની અમદાવાદના મંજુબેન દાસવાણી (45) અને જીતુ મહેતા (59)ને અપાઈ હતી. તો કિવનના લિવરથી પણ અન્ય એકને નવ જીવન મળ્યું હતું.

320 કિમી અંતર દોઢ કલાકમાં પાર

સુરતથીમુંબઈના મુલુન્ડની ખાનગી હોસ્પિટલ સુધી 320 કિમીના અંતર 1.30 કલાકમાં પાર કરીને હાર્ટ લાવવામાં આવ્યું હતું. સુરતથી સવારે 9.09 વાગ્યે આયુષમાંથી નીકળી પિડિયાટ્રીક કાર્ડિયોલોજીની ટીમ સુરત એરપોર્ટ પહોંચી પછી 9.14 કલાકે હેલિકોપ્ટરમાં ટીમ મુંબઈ રવાના થઈ, 10.12 કલાકે ટીમ મુંબઈ એરપોર્ટ પહોંચી અને 10.14 કલાકે હાર્ટ મુલુંન્દ હોસ્પીટલ રવાના થઈ અને 10.39 કલાકે ટીમ ઓપરેસન થીએટરમાં દાખલ થઈ સુરતના 19 વર્ષના કિવનનુ હૃદય 12 વર્ષના સુનીલ શેલકેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ગજેરા પરિવારનો 19 વર્ષીય પુત્ર કોલેજ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા થયા બાદ ઢળી પડતાં બ્રેનડેડ જાહેર થયો હતો, અંગદાન થકી 4 ને નવજીવન

સુરતમાંથી ઈન્ટર સ્ટેટ પિડિયાટ્રિક હૃદય ટ્રાન્સપ્લાન્ટનો બીજો બનાવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો