તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૂટલેગરની હત્યા કેસમાં વધુ 1 ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાંડેસરામાંદોઢ વર્ષ અગાઉ કુખ્યાત બુટલેગર જગ્ગા પ્રધાનને હરીફ ગેંગ દ્વારા છરાના ઉપરા છાપરી ઘા ઝીંકી રહેસી નંખાયો હતો. હત્યાકેસમાં સંડોવાયેલા વધુ 1 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પાંડેસરા બમરોલી રોડ ખાતે રાધેશ્યામ નગર સોસાયટીમાં રહેતો કુખ્યાત બુટલેગર જગન્નાથ ઉર્ફે જગ્ગા રમેશ મહાપાત્ર ગત4થી માર્ચના રોજ ઘર પાસેની સોસાયટીના ગેટ પાસે તેના મિત્ર પિન્ટુ જયસ્વાલ સાથે ઊભો હતો ત્યાં હરીફ ગેંગના સુભાષ પ્રધાન અને આલોક પુનમચંદ દલાઈ તેમજ અન્ય સાગરીતોએ તલવારો અને ચપ્પુ સાથે આવી પહોંચતા ગયા હતા અને બરહેમીપુર્વક ચપ્પુના ઘા ઝીંકી જગ્ગાનું ઢીમ ઢાળી દીધું હતુ. જગ્ગાની સાથેના પિન્ટુ નામના યુવકે પ્રતિકાર કરતાં તેની ઉપર હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું હતુ. હત્યા પ્રકરણમાં બનવાસ ઉર્ફે બન્નો કાલુ પ્રધાન(રહે.ગીતા કોમ્પલેક્ષ, જોળવા, જીઆઈડીસી, કડોદરા)ની પણ સંડોવણી હોવાનુ અને તે હાલ પાંડેસરા વિસ્તારમાં આવ્યો હોવાની ક્રાઈમબ્રાંચને બાતમી મળતા ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી હતી અને પાંડેસરા ગોવાલક રોડ, હરીઓમનગર પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા બનવાસે હરીફ સુભાષ ગેંગના કહેવાથી ત્રણ દિવસ સુધી જગ્ગાની રેકી કરી હતી અને હત્યાના દિવસે જગ્ગા એકલો હોવાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો