તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બીમાર પુત્રની ચિંતામાં 4થા માળેથી માતાએ ઝંપલાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમાર પુત્રની ચિંતામાં 4થા માળેથી માતાએ ઝંપલાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલહોસ્પિટલના ચોથા માળે આવેલા પિડિયાટ્રીક વોર્ડની ગેલેરીમાંથી પાંડેસરાની એક મહિલાએ નીચે ઝંપલાવી દીધું હતું. એક મહિનાથી ચિંતિત માતા પુત્રની બિમારી ઠેક ઠેકાણે સારવાર કરાવી હતી. છતાં પુત્ર બિમારીમાંથી બહાર આવતાં માતાએ બિમાર રહેતા પુત્રને લીધે તે આકરું પગલું ભર્યું હતું.

સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા હાઉસીંગ રહેતા અરવિંદ ગુપ્તાની પત્ની પંપીબેન (24) રવિવારે સાંજના સુમારે સિવિલના ચોથા માળે પિડિયાટ્રીક વોર્ડની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી જઈ આપઘાત કરી લીધો હતો. ચોથા માળેથી મહિલા કૂદી પડી જોવાની જાણ થતાં ખટોદરા પોલીસના સિવિલ ચોકીમાં ફરજ બજાવતાં હે.કો.રાજેન્દ્ર, પીસી શશીકાંત દોડી ગયાં હતાં અને તુરંત ફરજ પરના સીએમઓ ડો.ઓમકાર ચૌધરીને જાણ કરતાં સીએમઓ ચૌધરી પણ સ્થળ પર પહોંચી જઈ તપાસ કરી પંપીબેનને મૃત જાહેર કર્યા હતાં. અને લાશને પીએમ માટે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડાવી હતી.

સિવિલ હોસ્પીટલમાં બનેલી ઘટના સંદર્ભે પોલીસે અકસ્માત મોત અનુસાર નોંધ લઇ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ એક મહિનાથી બિમાર પુત્રને લઇ ચિંતિત હતી. પોલીસે પંપીબેનને સંબંધિત તેમજ આસપાસના લોકો અને જ્યાં સારવાર લીધી હતી તબીબનો સંપર્ક કરી મોતના સંભવિત કારણનું તથ્ય ચકાસી રહી છે. તેમ પોલીસે જણાવ્યું હતું.

સંબંધીઓએ બચાવી લીધી પણ...

ચોથામાળે પિડિયાટ્રીક વોર્ડમાં પુત્ર સાથે પંપીબેન હતાં ત્યારે સાંજના સુમારે સંબંધીઓ ખબર અંતર પુછવા માટે આવ્યા હતાં. એક તરફ પુત્રને છેલ્લા એક મહિનાથી સારૂ થતું હતું અને બીજી તરફ સંબંધીઓ આવી મળતા હોઈ ભાવુક બની ગયેલી પંપીબેન અચાનક ગેલેરીમાં દોડી જઈ કૂદી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંબંધીઓ દોડી જઈને પકડી લીધી હતી. તેને અંદર બેસાડી હતી. તેમ છતાં પુન: દોડી જઈ સીધુ ઝંપલાવી દીધું હોવાનુ સંબંધીઓએ જણાવ્યું હતું.

ઠેક-ઠેકાણે નિરાશ થયા બાદ 4 દિવસ પહેલાં પુત્રને સિવિલમાં લવાયો હતો

સિવિલના પિડિયાટ્રિક વોર્ડમાં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો