તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વરાછાના અેમ્બ્રોઇડરી ખાતેદારની હત્યા આડાસંબંધના કારણે થઈ હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછાના અેમ્બ્રોઇડરી ખાતેદારની હત્યા આડાસંબંધના કારણે થઈ હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પખવાડિયાપહેલા વરાછામાં એમ્બ્રોઇડરીના કારખાનેદારની હત્યા આડા સંબંધને કારણે થઇ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જે મહિલા સાથે મરનારના આડા સંબંધ હતાં તે મહિલાના ભાઇએ હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

વરાછા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અશ્વિનીકુમાર ખાતે ત્રણ પાનના વડ સામે પુષ્પક સોસાયટીમાં રહેતા અને પટેલનગરમાં એમ્બ્રોઇડરીનું ખાતું ધરાવતા અશોક હિરજી લોકડિયા (ઉ.વ.30)ની 28 ઓગસ્ટના રોજ પટેલનગરમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. ઘટના સ્થળથી થોડા અંતરે આવેલા કારખાના બહારના સીસી કેમેરામાં દેખાયું કે એક બાઇક પર બે યુવાનો અશોકની બાઇકનો પીછો કરે છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અશોકની સોસાયટીમાં રહેતી મનીષા (નામ બદલ્યું છે) નામની મહિલા સાથે અશોકના આડા સંબંધ હતા. એટલે પોલીસે તે દિશામાં તપાસ કરતા મનીષાના ભાઇ સુરેશ ઉર્ફ સૂર્યો ઉર્ફે સૂરો પુરુષોત્તમ ટાંક (રહે.ઓમ ટાઉનશિપ, પાસોદરા ગામ, કામરેજ) સીસી કેમેરામાં દેખાતો હોવાથી પોલીસે સુરેશની તપાસ હાથ ધરી હતી. પોલીસે સુરેશને અટકાયતમાં લઇને પુછપરછ કરતાં તેમણે અશોકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સુરેશે પોલીસને જણાવ્યું હતું કે મારી બહેન મનીષાને અશોક સાથે વાત કરતા જોઇ ગયો હતો. તેને અશોક અને મનીષા વચ્ચે આડા સંબંધ હોવાની ખબર પડી હતી. અશોકને મનીષા સાથેના આડા સંબંધો પર પૂર્ણ વિરામ મૂકવા સમજાવ્યો હતો. તેમજ મનીષાના દિયરે પણ અશોક અને મનીષાને આડા સંબંધ નહીં રાખવા ચેતવ્યાં હતાં. આમ છતાં તેઓ નહીં માનતા આખરે અશોકની હત્યા કરી નખાઇ હતી. સુરેશને ભાગવામાં મદદ કરનાર વિજય ઉર્ફ ભુર્યાને પોલીસ શોધી રહી છે. આરોપી સુરેશ પહેલા હત્યાની કોશિશના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. તે ગુનામાં તે જામીન પર છૂટ્યો હતો. માર્ચ 2016માં બે વર્ષ માટે સુરેશને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

જે મહિલા સાથે આડા સંબંધ હતા તેના ભાઇએ હત્યા કરી, હત્યાના ગુનામાં જેલવાસ ભોગવેલા આરોપીની ધરપકડ

ગયા મહિને એ.કે. રોડના યુવકની હત્યા થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો