તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સર્વ શિક્ષા અભિયાનની ગાઇડલાઇનનો ભંગ કરી 1 સંસ્થા પાસેથી ખરીદી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વ શિક્ષા અભિયાનની ગાઇડલાઇનનો ભંગ કરી 1 સંસ્થા પાસેથી ખરીદી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ગત ઓક્ટોબર માસમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં શેતરંજીની થયેલી ખરીદીમાં ગોબાચારી થયાની માહિતી સામે આવી છે. સર્વ શિક્ષા અભિયાનની ગાઇડ લાઇનનો ભંગ કરી એક સંસ્થા પાસે શાળાઓએ શેતરંજીની સામૂહિક ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો ભારતીય બેઠકમાં ભોંયતળીયે આરામદાયક રીતે બેસીને અભ્યાસ કાર્ય કરી શકે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ધો.1 થી 5માં ઓરડાદીઠ રૂા.3500ની મર્યાદામાં દળદાર શેતરંજી ખરીદવાની પ્રક્રિયા ગત ઓક્ટોબર માસમાં હાથ ધરી હતી. શેતરંજીની ખરીદી માટે સમિતિની તમામ શાળાઓ મળીને કુલ 2350 ઓરડાઓ મુજબ રૂા.82,25,000ની ગ્રાન્ટ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવી હતી. એસએસએની ગાઇડ લાઇન મુજબ એક કરતા વધારે શાળાઓએ એક સરખી સામૂહિક ખરીદી કોઇપણ સંજોગોમાં કરવા તાકીદ રાખવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં પ્રકારે ખરીદી થયાનું બહાર આવે તો શાળાના આચાર્ય, સી.આર.સી અને યુ.આર.સી કો-કોઓર્ડિનેટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. પરંતુ શેતરંજી ખરીદીની પ્રક્રિયામાં ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ કરી માનીતા કોન્ટ્રાક્ટર પાસેથી શેતરંજી ખરીદવાનો કોન્ટ્રાકટ આપવા આચાર્યો પર દબાણ કરાયું હતું.

મળતી વિગતો અનુસાર મોટાભાગની શાળાઓમાં ભાવનગરમાં હેડ ઓફિસ ધરાવતી એક સંસ્થાને શેતરંજીનો ઓર્ડર આપ્યો હોવાની માહિતી મળી છે. શેતરંજી એસએસએ દ્વારા નક્કી કરેલા માપદંડ પ્રમાણે નહીં હોવાનું જાણવા મળે છે. શેતરંજી નીચલી ગુણવત્તાની જાણવા મળે છે. શેતરંજીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળે છે. શેતરંજી ખરીદીની પ્રક્રિયાની તપાસ કરવામાં આવે તો શેતરંજી ખરીદી કૌભાંડ બહાર આવવાની સંભાવના છે.

માપદંડ મુજબની શેતરંજી ખરીદાઇ નથી

ઓરડામાંશેતરંજી પાથરતા ઓરડાના કુલ ક્ષેત્રફળની ઓછામાં ઓછી 70 ટકા જેટલી જગ્યામાં શેતરંજી પથરાય તે મુજબ નાનામાં નાની 6 ફુટ બાય 4 ફુટ અને મોટામાં મોટી 6 બાય 9 ફૂટની સાઇઝ અને પ્લાસ્ટિક તથા નાયલોન બનાવટ સિવાયની બનાવટની ગુણવત્તા યુકત અને ટકાઉ શેતરંજી ખરીદવા ગાઇડલાઇન અપાઇ હતી. જો કે માપદંડ મુજબની શેતરંજી ખરીદાઇ હોવાની માહિતી સાંપડી છે.

સમિતિની તમામ શાળાઓ માટે શેતરંજી ખરીદી માટે 82 લાખ 25 હજારની ગ્રાન્ટ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવી હતી

શિક્ષણ સમિતિમાં શેતરંજીની ખરીદીમાં ગોબાચારીની આશંકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો