તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • દગાઇ માતાજીની 1111 ફૂટ લાંબી ચૂંદડીનું આજે પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દગાઇ માતાજીની 1111 ફૂટ લાંબી ચૂંદડીનું આજે પ્રદર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામજોધપુરનાઘેલડા ગામે સગર સમાજના સમસ્ત કદાવલા પરિવારે બેસાડેલી ભાગવત સપ્તાહમાં અંતિમ તબક્કામાં દગાઇ માતાજીને 1111 ફૂટ લાંબી અને સાત ફૂટ પહોળી ચૂંદડી ઓઢાડવામાં આવી છે. હાલ તેને જામનગરના સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં રવિવારે પ્રદર્શનમાં મૂકાઈ છે. ચૂંદડીનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવેશ થશે તેવું આયોજક પ્રવીણભાઇ સગરે જણાવ્યું છે. અંગેની ટ્રોફી અને પ્રમાણપત્ર ઈન્ડિયા બુક દ્વારા તેમને મળ્યા છે.

ચૂંદડીનું સર્જન ઘેલડા ગામમા શરૂ કરાયું હતું. ચૂંદડીના દર્શન કરવા દેશ વિદેશથી લોકો જોડાયા હતા. ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે દગાઇ માતાજીને 1111 ફૂટ લાંબી, 7 ફૂટ પહોળી ચૂંદડી સહિત 11 ફૂટના ઘેરાવા સાથે માતાજીનો દીવો, 11 ફૂટના ઘેરાવાવાળું ધૂપેલિયું અર્પણ કરાયા હતા.

ઘેલડા ગામે દગાઇ માતાજીને ચઢાવાયેલી ચૂંદડીને ઈન્ડિયા બુકના પ્રમાણપત્ર મળ્યા

ચૂંદડી ઓર્ડર સાથે બનાવવામાં આવી

દગાઇમાતાજી અમારા કદાવલા (સગર) પરિવારના કુળદેવી છે તેમને વિશ્વની સૌથી મોટી ચૂંદડી ચઢાવવા માટે સુરતમાં ચૂંદડીનો ખાસ ઓર્ડર આપી બનાવડાવી હતી. જેમાં કાપડ, વણાટ, ઝરી, ચમક, ડિઝાઇન, ફોલ વગેરે માટે ખૂબ કાળજી લેવાઇ છે તથા રૂપિયા 50 હજારથી વધુ કિંમતની એક ચૂંદડી થઇ છે. 555 કૂંડી યજ્ઞ વખતે તમામ દંપતીઓએ પુરુષને ચાંદલા તથા સ્ત્રીને સેંથો પૂરવાનું એક સાથે થયું હતું.આ ઉત્સવ જોવા આવેલી ઈન્ડિયા રેકોર્ડની ટીમે અમોને પ્રમાણપત્ર આપ્યા છે તેમ આયોજક પ્રવીણભાઈ સગરએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો