તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે જેમ ચકલી ઊડે, કાગડો ઊડે તેમ ખુરશીઓ પણ ઊડે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના પાટીદાર ધારાસભ્યોનો સુરતમાં અભિવાદન સમારોહ યોજાઈ ગયો. જેમાં જનતાને એક નવી વાત જાણવા મળી હોવાનું ભાજપના કાર્યકરોમાં ભારે મજાકના સૂરમાં ચર્ચાઈ રહ્યું છે. એક કાર્યકરે જણાવ્યું કે ભાઈ સુરતની સભામાં નવી પેઢીના બાળકોને નવું શીખવાનું મળ્યું છે. બીજા કાર્યકરે પૂછ્યું કે એવું તે વળી શું નવું છે. તો કાર્યકરે જણાવ્યું કે બાળકોને શિખવવામાં આવતું હોય છે કે ચકલી ઊડે, કાગડો ઊડે, કબૂતર ઊડે તેમ હવે એવું પણ શિખવવામાં આવશે કે ચકલી, કાગડો, કબૂતર ઊડે તેમ ખુરશીઓ પણ ઊડે. જુઓને સુરતમાં કેવી ઊડી હતી. વાત સાંભળીને આસપાસમાં ઊભા રહેલા કાર્યકરો હસી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો