તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતમાંપાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ હોબાળો મચાવતા જસદણમાં રવિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાંપાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ હોબાળો મચાવતા જસદણમાં રવિવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતમાંપાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ હોબાળો મચાવતા જસદણમાં રવિવારે સીએમના કાર્યક્રમમાં તંત્ર સાબદું થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોસ્પિટલના ખાતમૂહુર્તમાં આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે પોલીસે 200થી વધુની અટકાયત કરી હતી. કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પણ પાસના કાર્યકરો દેખાવ કરશે તેવી ભીતિને પગલે સભામંડપમાં રહેલી તમામ ખુરશીઓને તાર વડે બાંધી દેવામાં આવી હતી. બાળકો અને મહિલાઓને પાંજરાના વાડામાં બેસાડાયા હતા અને પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો. આટકોટમાં કાશીબેન પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું મોરારિબાપુના હસ્તે ખાતમૂહુર્ત અને શિલાન્યાસ કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત હતા. ગત ગુરુવારે સુરતમાં સમારોહમાં પાસના કાર્યકરોએ ખુરશીઓ ઊછાળીને દેખાવો કર્યા હતા.

સુરતની ઘટનાને ધ્યાને લઇ રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર જસદણમાં શનિવાર બપોરથી અટકાયતનો દોર શરૂ કર્યો હતો. ...અનુસંધાન પાનાં નં.13

રવિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રીનું આગમન થવાનું હતું ત્યાં સુધીમાં 200થી વધુની અટકાયત કરાઈ હતી. એટલું નહીં સભામંડપમાં ગોઠવવામાં આવેલી તમામ ખુરશીઓને એકબીજાથી બાંધવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષથી ખેડૂતોને 1 ટકા વ્યાજે 3 લાખની લોન મળશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સંસદ સભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયા અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

નાના માણસ માટે કાર્ય કરાય તે સાચો વિકાસ : મોરારિબાપુ

પ્રસંગે માનસ મર્મજ્ઞ મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સત્તા-સંપત્તિ, પ્રતિષ્ઠા અને ધર્મક્ષેત્ર બધા ક્ષેત્રો નાના માણસને ધ્યાને રાખી અભિમાન મુક્ત બની કામ કરશે ત્યારે સાચો વિકાસ થશે, ગુજરાત અને દેશમાં આવો વિકાસ થઇ રહ્યાનું તેમણે ઉમેર્યું હતું.

સુરતવાળી થાય તે માટે જસદણના કાર્યક્રમ પહેલાં પોલીસે 200ની અટકાયત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો