તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • નાનપુરાના મહેતા પાર્ક ખાતે એકસાથે 34 દીક્ષાર્થીઓને મુહૂર્ત પ્રદાનનો ભવ્ય રત્નત્રયી મહોત્સવ સંપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનપુરાના મહેતા પાર્ક ખાતે એકસાથે 34 દીક્ષાર્થીઓને મુહૂર્ત પ્રદાનનો ભવ્ય રત્નત્રયી મહોત્સવ સંપન્ન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
34 દીક્ષાર્થીઓની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા

ભક્તિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરના કામ | દીક્ષા લેનાર 34 મુમુક્ષુઓને મુહૂર્ત અપાયા

રિલિજિયન રિપોર્ટર | સુરત

નાનપુરાખાતે સ્નેહમિલન ગાર્ડનની સામે ખાસ ઉભી કરવામાં આવેલ આધ્યાત્મનગરી ખાતે 10 હજારથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં જૈનાચાર્ય જિનચન્દ્ર સૂરિશ્વરજી અને જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી દ્વારા દીક્ષા માટે થનગન રહેલા 34 મુમુક્ષુઓને સંવત 2073 માગશર સુદ 5 ગુરુવાર તા.4 ડિસેમ્બરનું મુહૂર્ત આપવામાં આવ્યું છે.

મુહૂર્ત લેવા માટે તમામ દીક્ષાર્થીઓને સરગમ શોપિંગ સેન્ટર પાર્લે પોઇન્ટથી શોભાયાત્રા સાથે મહેતાપાર્ક લવાયા હતા. શોભાયાત્રામાં 34 બગીઓ, મંડળીઓ અને પુણેથી આવેલી ખડકવાડીએ વાતાવરણમાં દીક્ષાનો નાદ ગુંજતો કર્યો. શોભાયાત્રામાં દીક્ષાર્થીઓએ હજારો રૂપિયાનુ દાન કર્યું હતું. સીએ અને જૈન અગ્રણી રવિન્દ્રભાઇ શાહે સમગ્ર સભાનું સંચાલન કરી સૌકોઇને દીક્ષાધર્મના રંગે રંગી દીધા હતા. તેમણે એક એક દીક્ષાર્થીનો પરિચય પણ આપ્યો હતો. હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં આચાર્ય ભગવંતોએ દરેક દીક્ષાર્થીઓના પરિવારને દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું.

ભારતીય સંસ્કૃતિની મૂળ પરંપરા મુજબ બેસાડીને દયાળજી આશ્રમ અને સોરઠીયા પંચની વાડીમાં કરવામાં આવી હતી. મુહૂર્ત ગ્રહણનો માહોલ જોઇને લોકોના દિલમાં એવી લાગણી પ્રગટી કે મૂહુર્તમાં આવું છે તો દીક્ષામાં કેવું હશેω. સમગ્ર આયોજન શ્રી શાંતિકનક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે કરાયું હતું. જેના લાભાર્થી વાસણા(થરાદ) નિવાસી મોરખીયા પરિવારે લીધો હતો. બપોરે 4 કલાકે મંડપમાં શ્રીસંઘ દ્વારા 34 દીક્ષાર્થીઓનો બહુમાન સમારંભ અને સંયમ સંવેદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા મુમુક્ષુઓએ પોતાના મનોભાવ વ્યક્ત કર્યા હતા. 11 વર્ષના વિનીતે પોતાના દીક્ષાના નિર્ણયનું બેકગ્રાઉન્ડ એક પ્રૌઢ વ્યક્તિની અદાથી રજૂ કરતાં કહ્યું કે કોઇપણ ફિલ્ડમાં માસ્ટર બ્લાસ્ટર બનવું હોય તો શરૂઆત ક્યારથી કરવાનીω સચિને ચાર વર્ષની ઉંમરે બેટ પકડ્યું હતું. મહાન ચિત્રકારો નાની ઉંમરથી પીંછી ફેરવતા હતા તો આત્મ સાધના માટે નાની ઉંમરથી હું પ્રયત્ન કરૂં એમાં ખોટું શુંω પ્રશ્ન પુછીને નાનકડા વિનીતે ત્યાં બેઠેલા સૌને વિચારતા કરી દીધા હતા. સૌ આવી રહેલા રત્નયત્રી ઉત્સવની રંગીન કલ્પનાઓ અને અનુમાનો કરતાં છૂટાં પડ્યાં.

દીક્ષાનામુહૂર્ત પ્રદાન | દીક્ષાગ્રહણ કરનાર 34 મુમુક્ષુઓમાં 14 યુવક તેમજ 20 યુવતીઓનો સમાવેશ થાય છે. જેમા બે આખા પરિવાર દીક્ષા ગ્રહણ કરશે ઉપરાંત 2 દંપતિ અને મુંબઇના એક જાણીતા વેપારી પણ દીક્ષા લેશે, બે સગી બહેનો પણ દીક્ષા અંગીકાર કરશે.

{ પ્રવિણભાઇ મહેતા, ઉંમર-63, મુંબઇ

{ રાજેશભાઇ જૈન, ઉંમર-50, વિરાર

{ મહેન્દ્રભાઇ સાદરીયા, ઉંમર-48, સુરત

{ જીતેશભાઇ ગાલા, ઉંમર-48, માટુંગા

{ સંજયભાઇ તાતેડ, ઉંમર-46, સુરત

{ શ્રેયાંશકુમાર મણિયાર, ઉંમર-24, સુરત

{ રૂચિતકુમાર શેઠ, ઉંમર-24, સુરત

{ શુકનકુમાન દોશી, ઉંમર-24, ભાયંદર

{ આયુષકુમાર જૈન, ઉંમર-21, વિરાર

{ અર્થકુાર શાહ, ઉંમર-19, મુંબઇ

{ મોક્ષકુમાર દોશી, ઉંમર-17, સુરત

{ અક્ષયકુમાર શાહ(તાતેડ), ઉંમર-16, પાલનપુર

{ નંદનકુમાર શેઠ, ઉંમર-15, ભાભરતીર્થ

{ વિનીતકુમાર તાતેડ, ઉંમર-11, સુરત

{ કાંતાબેન મહેતા, ઉંમર-61, મુંબઇ

{ મીનાબેન સાદરીયા, ઉંમર-46, સુરત

{ ફેન્ટાબેન જૈન, ઉંમર-44, વિરાર

{ મિત્તલબેન તાતેડ, ઉંમર-38, સુરત

{ પરિનાકુમારી ચંદન(જૈન), ઉંમર-25, મુંબઇ

{ પાયલકુમારી જૈન, ઉંમર-24, નંદુરબાર

{ સિમોનીકુમારી મોરખીયા, ઉંમર-24, સુરત

{ સપનાકુમારી સંઘવી, ઉંમર-24, સુરત

{ દિવ્યાકુમારી સંઘવી, ઉંમર-23, ભાભરતીર્થ

{ પુજાકુમારી લાલણ, ઉંમર-23, સુરત

{ પ્રિયંકાકુમારી દોશી, ઉંમર-22, મુંબઇ

{ રિદ્ધિકુમારી ફોફાણી, ઉંમર-21, મુંબઇ

{ સિદ્ધિકુમારી સંઘવી, ઉંમર-21, સુરત

{ સ્વીટીકુમારી ગલુપીયા(જૈન), ઉંમર-20, મુંબઇ

{ દિશાકુમારી મહેતા, ઉંમર-20, સુરત

{ શેખાકુમારી શાહ, ઉંમર-18, સુરત

{ રાશિકુમારી આકોલીયા, ઉંમર-17, મુંબઇ

{ યાન્વીકુમારી વારીયા, ઉંમર-17, નવાડીસા

{ હેત્વીકુમારી મહેતા, ઉંમર-16, સુરત

{ ઝીલકુમારી મહેતા, ઉંમર-15, સુરત

નાનપુરા ખાતે આવેલા કૈલાશનગર સ્નેહમિલન ગાર્ડન પાસેનાં એક પાર્ટી પ્લોટ પર રવિવારે 34 મુમુક્ષોને દીક્ષા મુહૂર્ત આપવાનો કાર્યક્રમ હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો હતો. તસવીર- હેતલ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો