તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સહરા દરવાજા પર બ્રિજ બનતા એકસાથે 17 લેનમાં વાહનવ્યવહાર પસાર થઇ શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહરા દરવાજા પર બ્રિજ બનતા એકસાથે 17 લેનમાં વાહનવ્યવહાર પસાર થઇ શકશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

સહરાદરવાજા પાસે મલ્ટીલેવલ ફલાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. તેના કારણે સહરા દરવાજા પાસે 17 લેનમાં ટ્રાફિક પસાર થઇ શકશે. આગામી ત્રણેક વર્ષમાં બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તો સહરા દરવાજા પાસેની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો છે.

રિંગરોડ ફલાય ઓવરબ્રિજના ઉપરના ભાગેથી મલ્ટી લેવલ ફલાય ઓવર બ્રિજ સહરા દરવાજા ગરનાળાથી કરણી માતા જંકશન સુધી 118 કરોડના અંદાજીત ખર્ચે બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં મહત્વની બાબત એવી છે કે ગરનાળાની નીચેના ભાગે આઠ લેન ખુલી જવાના છે. કારણ કે હયાત ગરનાળામાં વાહન અવર જવર માટેની વ્યવસ્થા છે. તેમાં ઉમેરો કરીને વધુ બે બોકસ ડ્રેઇન નાંખતા બીજા ચાર લેનમાંથી બંને તરફ વાહન અવર જવર કરી શકશે. જ્યારે ગરનાળાની ઉપરના ભાગે 1.5-1.5 લેનના મલ્ટી લેવલ ફલાય ઓવરબ્રિજ રહેશે. ઉપરાંત સહરા દરવાજા જંકશન પર નીચેના ભાગે ચાર લેન વાહનોના અવર જવર માટે રહેશે. જ્યારે ફલાય ઓવરબ્રિજ પર પણ બે બે લેન હોવાથી કુલ 17 લેનમાં એક સાથે વાહન અવર જવર કરી શકશે. પ્રમાણેની સુવિધા હાલમાં એક પણ જગ્યાએ ઉપલબ્ધ નહીં હોવાના લીધે સહરા દરવાજા પર શહેરની સૌથી પહેલા 17 લેન પર એક સાથે વાહનો પસાર થઇ શકે તેવી વ્યવસ્થા કરાશે.

અલથાણમાંસુવિધા ભવિષ્યમાં | અલથાણચાર રસ્તા પાસે 10થી વધુ રસ્તા એકસાથે ભેગા થાય છે. તેના કારણે જંકશન પર બ્રિજનો નિર્ણય કરવામાં આવ્યો હતો.તેમાં સર્વેની મોટાભાગની કામગીરી હાલમાં પુરી કરી દેવામાં આવી છે. તેનો રીપોર્ટ પાલિકાને આગામી દિવસોમાં મ‌ળ્યા બાદ અલથાણ ચાર રસ્તા પર પણ ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. જેથી ભવિષ્યમાં અહીં 17થી વધુ લેનમાં ટ્રાફિક પસાર થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.

ફ્લાય ઓવર બનવાથી 3 વર્ષમાં સહરા દરવાજાની ટ્રાફિક સમસ્યા ઉકેલાશે

17 લેનનો પ્રોજેક્ટ

2લેન રિંગરોડ ફલાય ઓવર બ્રિજથી દિલ્હીગેટ જવા માટે, 2 લેન દિલ્હીગેટથી રિંગરોડ ફલાય ઓવરબ્રિજ પર જવા માટે, 2 લેન રિંગરોડ ફલાય ઓવરબ્રિજની નીચેના ભાગેથી ઉધના દરવાજા જવા માટે, 2 લેન ઉધના દરવાજાથી દિલ્હી ગેટ જવા માટે ફલાય ઓવરબ્રિજની નીચેથી, 1.5 લેન રિંગરોડ ફલાય ઓવરબ્રિજથી કરણી માતા જંકશન પર જવા માટે, 1.5 લેન કરણીમાતા જંકશનથી રિંગરોડ ફલાય ઓવરબ્રિજ પર જવા માટે, 3 લેન સહરા દરવાજા ગરનાળામાંથી બોમ્બે માર્કેટ જવા માટે, 3 લેન બોમ્બે માર્કેટથી સહરા દરવાજા જંકશન પર જવા માટે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો