તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘દિવ્ય ભાસ્કર’થી પ્રેરણા લઇ પેપરના ગણપતિની સ્થાપના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દિવ્ય ભાસ્કર’થી પ્રેરણા લઇ પેપરના ગણપતિની સ્થાપના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિવ્યભાસ્કર દ્વારા શ્રીજીની માટીની મૂર્તિ સ્થાપવા ચાલી રહેલા અભિયાનથી પ્રેરણા લઇ શહેરના વરાછા-કાપોદ્રામાં આવેલી ઇશ્વરકૃપા સોસાયટીના રહીશોએ શ્રીજીની પેપરમાંથી બનાવેલી મૂર્તિની સ્થાપના કરી તેનું સોસાયટીની વાડીમાં ખાડો કરી વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે.

પર્યાવરણને હાનિ થાય તે હેતુ સાથે વરાછા-કાપોદ્રામાં આવેલી ઇશ્વરકૃપા સોસાયટી મિત્ર મંડળ દ્વારા સોસાયટીના આંગણે વપરાશમાં નહીં આવતા પેપરમાંથી 3 ફૂટના શ્રીજીની મૂર્તિ સ્થાપી છે. રહીશો દ્વારા પ્રતિકાત્મક મૂર્તિ રૂપે ગણપતિજીની અડધા ફૂટની મૂર્તિ સાથે પેપરના ગણપતિની વિધિવત પુજા-આરતી કરવામાં આવે છે. થોડા દિવસ અગાઉ સોસાયટીના મંડપમાં દુર્ઘટના સર્જાતા પેપરમાંથી તૈયાર કરાયેલા શ્રીજી ખંડિત થયા હતા. જેને ફરીથી સમારકામ કરી તેમની પૂજા-અર્ચના કરવામાં આ‌વી રહી છે.

સોસાયટી મંડળના સભ્ય ધર્મેશ સવાણી દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ પર્યાવરણને નુકશાન થાય તે રીતે સોસાયટીની વાડીમાં ખાડો ખોદી તેમાં પાણી ભરી ગણપતિની બંને મૂર્તિનું વિસર્જન કરવાનો સભ્યોએ નિર્ણય કર્યો છે.

ચોકલેટના ગણપતિનું દૂધમાં વિસર્જન

ચોકલેટના ગણપતિ વી.આર.મોલ ડુમસ રોડ ખાતે બિરાજેલા છે. કાર્યક્રમનું આયોજન સમાજ સેવક અનિલ રૂંગટા, રાજભાઇ બૈદ તેમજ અરવિંદ સોની દ્વારા કરાયું છે. સમાજ સેવકો દ્વારા ગણપતિનું વિસર્જન પણ અનોખી રીતે દૂધમાં કરાશે અને દૂધ ગરીબ બાળકોમાં પ્રસાદ રૂપે અપાશે.

જે.જે.યુવકમંડળ નવો ચીલો ચાતરે છે

સલાબતપુરાનાઘામલાવાડની વી.જે.ચાલના જે.જે. યુવક મંંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરતાં નવો ચીલો ચાતર્યો છે. દર વર્ષે 5 ફૂટની મૂર્તિ સ્થાપી ધ્વનિ પ્રદૂષણ થાય તે રીતે ધાર્મિક ગીતોની સાથે વિધિવત ગણપતિજીનું પૂજન -અર્ચન કરવામાં આવે છે.

ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થાપી ખોટા ખર્ચા બંધ કરાયા

ઇશ્વરકૃપા સોસાયટીના રહીશો વાડીમાં કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરશે

શ્રીજીની આવી સવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો