Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘જીવો અને જીવવા દો’ની ભાવના જીવનમાં રાખો
પૂજ્યજૈનાચાર્ય કલાપૂર્ણ સૂરિશ્વરજી મહારાજનાં શિષ્ય રત્ન જૈનાચાર્ય મુક્તિચંદ્ર સૂરિશ્વરજી મહારાજ અને જૈનાચાર્ય મુનિચંદ્ર સૂરિશ્વરજી મહારાજનો રવિવારથી ચાતુર્માસ પ્રવચનો શરૂ થયા હતા પ્રસંગે જૈનાચાર્યોએ પ્રવચનધારા વહાવતા જણાવ્યું હતુ કે, મરો અને મારો નહિં પણ જીવો અને જીવવા દો આજે ચારેય બાજુ મરો અને મારોનું વાતાવરણ જોવા મળે છે. અમે પણ મરીશું અને તમને પણ સાથે લઇ જઇશું. આતંકવાદીઓના આવા વિમના આધાર નીચે આજે સમગ્ર વિશ્વ ભયથી જ્યારે કંપી રહ્યું છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી અહિંસા સૌથી વધુ પ્રસ્તુત બની છે. જે આપણને શિખવે છે જીવો અને જીવવા દો. અત્યારે આખું જગત સ્થાને ઉભુ છે જ્યાં અહિંસાની સૌથી વધુ આવશ્યકતા ઉભી થઇ છે. ભગવાની શ્રી મહાવીર દેવનાં વચનો પર જો ખૂબ ઊંડાણથી વિચાર કરવામાં આવે તો આજે એની શું પ્રસ્તુતા છે તે વિશ્વનાં ચિંતકો ને ખ્યાલમાં આવશે. પૂજ્યોશ્રીની નિશ્રામાં સંઘમાં અખંડ અઠ્ઠમ, અઠ્ઠાઇ,આયંબિલ વગેરે અનેક તપ અનુષ્ઠાનો યોજાઇ રહ્યું છે. અષાઢ વદ 2ને તા.21 જૂલાઇનાં રોજ ધર્મબિંદુ નામનાં ગ્રંથનું પૂજ્યશ્રી દ્વારા વાંચન શરૂ થશે. ગ્રંથનાં રચયિતા પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ છે. પૂજ્યોશ્રીની નિશ્રામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમા જોડાવવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રાવકો સુરત આવશે. વર્ષે કતારગામમાં ચાતુર્માસ દરમિયાન અનેરો ઉત્સાહ છે.