તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘જીવ હિંસા દ્વારા સ્વ અને અન્ય આત્માનું પતન થાય છે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જીવ હિંસા દ્વારા સ્વ અને અન્ય આત્માનું પતન થાય છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘ ખાતે વર્ષાવાસ કાજે પધારેલા જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ આદિઠાણા-11ની પાવન નિશ્રામાં ચાતુર્માસ પર્વનો આરાધના તપ,ત્યાગ,સ્વાધ્યાય અને જ્ઞાનની ઉપાસના સાથે રંગેચંગે પ્રારંભ થયો હતો. જેમા હજારો આરાધકો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મચક્ર તપનાં પ્રારંભે તપસ્વીઓ માટે નાણ મંડાઇ હતી. જેમા સેંકડો તપસ્વીઓએ પૂજ્ય ગુરુભગવંતોની પાવન નિશ્રામાં તપની સાધના માટે પવિત્ર ક્રિયા કરી હતી. ચાતુર્માસિક પર્વનું માહાત્મ્ય વર્ણવતા પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું કે, આજનો મંગલમય દિવસ વિરતિના પર્વ તરીકે ઉજવાય છે. વર્ષાઋતુની મોસમમાં અહિંસા ધર્મનું આચરણ કરવાનું છે. જીવહિંસા દ્વારા આત્માનું પતન થાય છે. આત્માનાં ઉત્થાન માટે તપ,ત્યાગ,આરાધના,સાધના અને જ્ઞાનયોગનું શરણું સ્વીકારવાનું છે.ચાર મહિના દ્વારા વિવિધ અભિગ્રહો સ્વીકારવાથી પાપોને બ્રેક લાગે ચે. પ્રતિજ્ઞા વિના પાપને બ્રેક લાગતી નથી. પાપોનું પ્રોડક્શન સતત ચાલુ રહેતું હોય છે વિરતિ બંધન નથી પણ મુક્તિ છે. વિરતિની એક પ્રચંડ તાકાત છેકે જેના દ્વારા ઘણા બદા પાપોથી નિવૃત્તિ થાય છે. ચાતુર્માસનું પર્વ આત્મસંપ્રેક્ષણા માટે છે. પાંચ પ્રકારનાં આચારનાં પાલનમાં ગતિ અને પ્રગતિ કરવા માટેનું પર્વ છે. જ્ઞાન અને જ્ઞાની ઉપર બહુમા નભાવ કેળવવાનો છે. કાંઇક નવું ભણો, જ્ઞાનીઓની ભક્તિ કરો, પ્રભુનાં વચનો પ્રત્યેની પ્રીતિ દ્વારા જીવનને શ્રદ્ધાન્વિત કરો. દ્વારા ચારિત્રચારમાં મજબૂત બનો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો