તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રેલવે મંત્રાયલનો આદેશ: આરપીએફને સૉફ્ટ સ્કિલની ટ્રેનિંગ અાપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે મંત્રાયલનો આદેશ: આરપીએફને સૉફ્ટ સ્કિલની ટ્રેનિંગ અાપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રેલવેમંત્રાલય દ્વાર આરપીએફના જવાનોને સૉફ્ટ સ્કિલ ટ્રેનિંગ આપવા માટે આદેશ કરાયો છે. જેમાં પેસેન્જરોની મદદથી લઈ તેમની સાથેનો વ્યવહાર અને વાતો કઈ રીતે કરવી વગેરે જેવી બાબતો શિખવાડમાં આવશે.

સુરત આરપીએફ (રેલવે પોલીસ ફોર્સ)પેસેન્જર સાથેના વ્યવહારમાં બે વખત વિ‌વાદમાં આવી ચુકી છે. વિવાદને પગલે આરપીએફ એક પીએસઆઈ અને એક જવાનને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આવી ઘટનાઓની ફરિયાદ રેલવે મંત્રાલયને મળવા લાગી હતી. જેને કારણે આરપીએફની છબી ખરાબ થઈ રહી હતી. રેલવે મંત્રાલયે આવી ઘટનાઓના મૂળમાં જઈ જોતાં પેસેન્જર સાથે જવાનો ખરાબ રીતે વર્તા હોય તેવું જણાયું હતું. જેથી રેલવે મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દેશના તમામ આરપીએફના જવાનોને પેસેન્જર સાથે કઈ રીતે વાત કરવી, તેમની સમસ્યા કઈ રીતે જાણવી તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન કરઈ રીતે આપવું વગેરે જેવી બાબતો શિખવાડમાં આવશે. રેલવે મંત્રાલયે બહાર પાડેલા આદેશ પ્રમાણે સુરત, ઉધના, ઉત્રાણ, નવસારી, બારડોલી વગેરે જેવા દક્ષિણ ગુજરાતના રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફને પણ આદેશ લાગુ પડ્યો હતો. આરપીએફને ટ્રેનિંગ આપવા માટે વલસાડ ખાતે સેન્ટર ઊભુ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો