તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • જરી એમ્બ્રોઇડરી ઉદ્યોગને પણ એ ટફ સ્કીમનો લાભ આપવા માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરી-એમ્બ્રોઇડરી ઉદ્યોગને પણ એ-ટફ સ્કીમનો લાભ આપવા માંગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રદ્વારા હાલમાં જાહેર કરાયેલી એ-ટફ સ્કીમનો લાભ જરી તેમજ એમ્બ્રોડરી ઉદ્યોગને પણ મળે તે માટે સુરત આવેલા ટેક્સટાઇલ કમિશનર કવિતા ગૃપ્તાને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવેદનપત્ર આપી માંગણી કરી હતી.

સૂત્રો તરફથી મળતી વિગત અનુસાર કેન્દ્ર દ્વારા ટેક્સટાઇલ એપેરેલ સ્કીમ બદલ ફાળવવામાં આવેલા 6000 કરોડના પેકેજની સાથે એ-ટફ સ્કીમ હેઠળ ટેક્સટાઈલને મળનારી સબસીડીની જાહેરાત માટે સુરત આવેલા ટેક્સટાઇલ કમિશનર કવિતા ગૃપ્તાએ સ્કીમ થકી ટેક્સટાઈલ ક્ષેત્રે 1 કરોડ રોજગારી તેમજ 30 બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટની સાથે 74 હજાર કરોડનું રોકાણ વધે તેવી આશા સાથે ગારમેન્ટ અને ટેક્સટાઈલને પ્રોડક્શન તેમજ એમ્પલોયમેન્ટના આધારે 15 ટકા તેમજ ગારમેન્ટીંગ યુનિટ્સને 10 ટકા સબસીડી પૂરી પાડવાની જાહેરાત કરી હતી. કરવામાં આવેલી જાહેરાતમાં સ્પિનીંગ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગને એ-ટફના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા.

સુરતમાં હાલ 1.50 લાખ જેટલા એમ્બ્રોઈડરી યુનિટ્સ છે. જેમાં હાલની પરિસ્થિતિ મુજબ મંદીની અસર તેમજ ઓછા પ્રોડક્શનના કારણે 50 ટકા યુનિટ્સ બંધ છે. જેને પગલે એમ્બ્રોઈડરી યુનિટ્સને અપગ્રેડ કરવા માટે તેને પણ સબસીડીના લાભ હેઠળ આવરી લેવા એસજીસીસીઆઇ દ્વારા ટેક્સટાઈલ કમિશનરને માંગણી કરવામાં આવી હતી. સાથે એ-ટફ યોજના હેઠળ જોઇન્ટ ઇન્સપેક્શન ટીમ બનાવવી તેમાં બેન્ક, ઇન્ડસ્ટ્રી એસોસિએટ તેમજ ટેક્સટાઈલ રિસર્ચ એસોસીએશનનો સમાવેશ કરી સબસીડી માટે પેન્ડિંગ પડી રહેલી અરજીઓના ઝડપી નિરાકરણ લાવવા માટેની પણ માંગ કમિશનર સમક્ષ મૂકી હતી.

પીંજરત ટેક્સટાઈલ પાર્ક માટે સરકાર પાસેથી ફંડની માંગણી

વર્તમાનશહેરના યુનિટ્સમાં ડાઇંગની ક્ષમતા મર્યાદિત છે જે આંતરાષ્ટ્રીય માંગ પ્રમાણે ફેબ્રિક પ્રોસેસીંગ કરનાર માત્ર 8 થી 10 ટકા છે. સાથે પ્રોસેસિંગ યુનિટસની લેબોરેટરી પુરતી સુવિધા ધરાવતી નથી. સાથે આંતરાષ્ટ્રીય ટેક્સટાઈલ વેપારમાં ભારતનો હિસ્સો 4 થી 5.5 ટકા જેટલો છે. જેને પગલે પીંજરત ખારપાટ ખાતેના ટેક્સટાઈલ પાર્ક નિર્માણ કરી તેમાં 100 જેટલા મોટા પ્રોસેસીંગ યુનિટસ શરૂ કરવાની સાથે આર.ઓ. પ્લાનટ, કેપ્ટીવ પાવર, સ્ટીમ જનરેશન તેમજ આર એન્ડ ડી ની કોમન ફેસિલિટી પૂરી પાડવા 800 કરોડનો ખર્ચ થવા પાત્ર છે. તે પૈકી 50 ટકા ગ્રાન્ટ સરકાર પાસેથી ચેમ્બર દ્વારા માંગણી કરવામાં આવી છે.

જૂની અરજીનો નિકાલ કરવા વિશેષ ટીમ બનાવવા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો