તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • SGTPAએ ડાઇસ, કોલ, કેમિકલ, લેબરમાં 15 ટકાનો વધારો મંજૂર કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SGTPAએ ડાઇસ, કોલ, કેમિકલ, લેબરમાં 15 ટકાનો વધારો મંજૂર કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાઈસ,કેમિકલ, લેબર ચાર્જીસ તેમજ કોલના ભાવમાં થયેલા વધારાના પગલે ગતરોજ મળેલી સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસીંગ એસો.ની બેઠકમાં કુલ 15 ટકાના વધારા સાથે પેમેન્ટની વસૂલાત સાથે છૂટછાટના દિવસો અંગેનો નિર્ણય કરવા 12 સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી.

લાંબાં સમયથી ટેક્ષટાઇલના તમામ યુનિટોમાં ચાલી રહેલી મંદીની પરિસ્થિતિ સાથે તમામ ઇન્વેનટરીઓના ભાવમાં થયેલા વધારાના કારણે ડાઇસ, કોલ, કેમિકલ તથા લેબર ચાર્જીસમાં વધારા અંગે ચાલી રહેલી માંગને જોતાં ગતરોજ શહેરના 300 પ્રોસેસર્સની સાથેે એસજીટીપીએની મળેલી બેઠકમાં ચર્ચા બાદ કાચામાલમાં થયેલા ભાવ વધારાને જોતા 1લી ઓગષ્ટ ફરજીયાત પણે ભાવવધારોનો અમલ કરયો છે. હાલમાં લેબરને લઇને ચાલી રહેલી અછત તેમજ સમગ્ર થયેલા 22 ટકા સુધીના વધારાની સાથો-સાથ મંદીની પ્રોસેસીંગ યુનિટસને ધ્યાનમાં લઇ 15 ટકાનો વધારો મંજૂર કરાયો હતો. વધારાના પગલે મીટર દીઠ સાડીના ભાવમાં રૂ. 1થી 3નો વધારો થશે.

સાથે પ્રોસેસર્સ પાસેથી ધારાધોરણ મુજબ અટકી પડેલુ પેમેન્ટ સાથે છૂટછાટના દિવસો નક્કી કરવા માટે અલગ-અલગ વિસ્તારના પ્રોસેસીંગ યુનિટને સાંકળતા 12-12 સભ્યોની કમિટી રચવાનો પણ નિર્ણય કરાયો હતો. હાલના સમયે 90 થી 150 દિવસ સુધી અલગ-અલગ પ્રોસેસર્સ પાસેથી પેમેન્ટની વસુલાત કરાતી હોય છે. પરંતુ કાચામાલ પૈકી તરત પેમેન્ટની ચૂકવણી સાથે માલની સમયયર જરૂરિયાતોને પહોંચી વળવા કમિટી દ્વારા છૂટછાટ દિવસો નક્કી કરવાની સાથે પેન્લ્ટી અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

પેમેન્ટની વસુલાત માટે 12 સભ્યોની કમિટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો