તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • અલથાણના વેપારી પાસે ઉધાર હીરા ખરીદી 10 લાખની ઠગાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલથાણના વેપારી પાસે ઉધાર હીરા ખરીદી 10 લાખની ઠગાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલથાણનાએક હીરા વેપારી પાસેથી ઉધારીમાં હીરા ખરીદીને અડાજણના વેપારીએ રૂ.10 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. હીરા વેપારીની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી શોધખોળ કરી છે.

મહિધરપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી મા‌હિતી મુજબ અલથાણ ચાઈનાગેટ-2 પાસે આશીર્વાદ રેસિડન્સી ખાતે રહેતા કનૈયાલાલ મફતભાઈ છુંછા મહિધરપુરા હીરાબજારમાં દેવનિરંજન બિલ્ડીંગમાં ઓફિસ ધરાવે છે અને હીરાનો વેપાર કરે છે. અડાજણ નવયુગ કોલેજની સામે પાર્શ્વપદ્માવતી ખાતે રહેતા મંદીપભાઈ પ્રફુલભાઈ વોરાએ વર્ષ 2015માં તેમનો સંપર્ક સાધ્યો હતો અને તેમની પાસેથી હીરાનો માલ ખરીદી વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ ગઈ તા.10 જૂન, 2015ના રોજ તે કનૈયાલાલ પાસે આવ્યો હતો અને રૂ.10 લાખની કિંમતના 252.53 કેરેટ ફેન્સીકલરના મિક્સ ડાયમંડ ઉધારમાં ખરીદ્યા હતા અને તેની સિક્યુરીટી પેટે તેણે તારીખ વગરનો ચેક આપ્યો હતો. જોકે પેમેન્ટની મુદ્દત વીતી જવા છતાં તેણે પેમેન્ટની ચૂકવણી કરતાં તેણે આપેલો ચેક કનૈયાલાલે બેંકમાં ડિપોઝીટ કરી દીધો હતો.

ચેકમાં સહીનો ફરક હોવાથી ચેક બાઉન્સ થયો હતો. કનૈયાલાલે મંદીપને જાણ કરતાં તેણે ‘મારી પાસે પૈસા રૂપિયા નથી અને તમારે થાય તે કરીલો હું રૂપિયા આપવાનો નથી આવા તો મારી ઉપર કેટલા કેસો છે’ તેવું કહી રૂપિયા આપવાની ના પાડી હતી અને તે નાસી છૂટ્યો હતો. આખરે કનૈયાલાલને પોતે છેતરાયા હોવાની જાણ થતાં તેમણે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિધપુરા પોલીસ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તારીખ વગરનો અને ખોટી સહીવાળો ચેક રિટર્ન થયો

‘થાય તે કરો, નાણાં નહીં મળે, મારા પર આવા ઘણા કેસ છે’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો