તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કતારગામમાં પૂરપાટ ઝડપે દોડતી કારે બે સફાઈ કામદારને ઉડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં પૂરપાટ ઝડપે દોડતી કારે બે સફાઈ કામદારને ઉડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકામાંરાત્રે રસ્તા સફાઈ કામગીરી કરતાં કામદારો કતારગામના પીપલ્સ ચાર રસ્તા પાસે કામ કરતા હતા ત્યારે એક પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે બે યુવા કામદારોને અડફેટમાં લઈ લીધા હતા. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ જતાં અન્ય કામદારોએ ઈજાગ્રસ્તોને સ્મીમેરમાં ખસેડ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ તથા કતારગામ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ રોડ પર રવિવારે રાત્રે પીપલ્સ ચાર રસ્તા પાસે રાત્રી સફાઈ કામગીરી ચાલી રહી હતી તે વેળા છથી સાત કામદારો કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન એક કારચાલક બેફામ ઝડપે આવીને સંજય લક્ષ્મણભાઈ વાડેકર (25) (રહે. ગોવિંદનગર, વેડ રોડ) તથા દીપક કાનજી પરમાર (26) (રહે. ત્રિલોકનગર, વેડ રોડ)ને અડફેટમાં લઈ લીધા હતા અને ફરી પુરપાટ ઝડપે કાર હંકારી ફરાર થઈ ગયો હતો.

ઘટનાથી ડઘાઈ ગયેલા અન્ય કામદારો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાઓ થતાં રસ્તા પર ફસડાઈ પડેલા સંજય અને દીપકને સારવાર અર્થે સ્મીમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઘણા જૂના જેકેટ પહેર્યા હોવા છતાં રાત્રે દેખાતા નથી

પાલિકાનારાત્રે સ્ક્રેપિંગ બ્રશિંગની કામગીરી કરતાં સફાઈ કામદારોના માથે સફાઈ કામ કરતી વેળા અકસ્માતનું જોખમ તોળાતું હોય છે, જેથી તેમને રિફ્લેક્ટર જેકેટ ફાળવવામાં આવે છે. જો કે, કોન્ટ્રાક્ટ હેઠળના કેટલાક સફાઈ કામદારોને છેલ્લા બે વર્ષથી નવા જેકેટ ફાળવવામાં આવ્યા નથી. જૂના જેકેટ પહેરો કે પહેરો બંને સરખું છે. કારણે કે તેના પરથી રિફ્લેક્ટરનો ભાગ ઘસાઈ જતાં તેની અસર થતી નથી અને ઘણીવાર અકસ્માતો સર્જાય છે, જેથી આવા કામદારો નવા જેકેટ ફાળવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

અકસ્માત કરી ચાલક ફરાર, બંને ઈજાગ્રસ્ત સ્મીમેરમાં દાખલ

મોડી રાત્રે પીપલ્સ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો