તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગુરુ સૃષ્ટિને દૃષ્ટિ પ્રદાન કરે છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લોકમાન્ય સંત શેરે રાજસ્થાન જિનશાસન દિવાકર ગુરુદેવ શ્રી રૂપમુનિજી મહારાજ સાહેબ, સુકનમુનિ મહારાજ, અમૃતમુનિજી, અમરેશમુનિજી,મહેશમુનિજી, રિતેશમુનિજી આદી ઠાણા-13 દ્વારા આજરોજ ઘોડદોડ રોડ, વૃંદાવન પાર્ક ખાતે ચાતુર્માસ વ્યાખ્યાનનો પ્રારંભ થયો હતો. ચાતુર્માસનાં પ્રથમ દિવસે ગુરુદેવશ્રી રૂપમુનિજીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને જણાવ્યું હતું કે, ત્યાગ,તપસ્યા,દાન-પુણ્ય માટે ચાતુર્માસનો સમય શ્રેષ્ઠ સમય છે. ચોમાસા દરમિયાન વધુ પ્રમાણમાં જીવોની ઉત્પત્તિ થાય છે ત્યારે જીવોની હિંસા થાય તે માટે જૈન સાધુઓ ચાર માસ સુધી એક સ્થળે રહે છે. જેને ચાતુર્માસ કહેવાય છે. મંગળવારે ગુરુપૂર્ણિમા છે ત્યારે ગુરુનુ જીવનમાં શું મહત્વ છે તે અંગે ગુરુદેવ રૂપમુનિજીએ જણાવ્યુ કે, ગુરુની દૃષ્ટિ છેકે, જે સમગ્ર સૃષ્ટિને દૃષ્ટિ પ્રદાન કરે છે. વિવેક, મર્યાદ, અનુશાસન,જીવનચર્યા અને સદાચારથી લોકો ભટકે નહિં તે માટે જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો