તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે ગુરૂપૂર્ણિમાની ઉજવણી, વિવિધ મંદિરો અને સંસ્થાઓ વ્યાસપૂજન કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગુરૂપૂર્ણિમાની ઉજવણી, વિવિધ મંદિરો અને સંસ્થાઓ વ્યાસપૂજન કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અષાઢીપુનમ સમગ્ર વિશ્વમાં ગુરુપુનમ અર્થાત ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે દિવસે ભગાવન વ્યાસજીનો થયો હતો જેથી ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ શાસ્ત્રોેએ ઓળખાવી છે. શહેરનાં વિવિધ મંદિર,સંસ્થાઓ અને અનેક જગ્યાઓએ તેની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે.

અંગે જ્યોતિચાર્ય ડો.કર્દમ દવેએ જણાવ્યું કે, કૃષ્ણભગવાન થયા હતા જેથી ગુરુપૂર્ણિમા કૃષ્ણ‘દ્રયાપનની’જન્મતિથિ પણ છે જેથી 28 વ્યાસ માંથી છેલ્લા વ્યાસ ભગવાન નારાયણનાં છેલ્લા અવતાર છે. વ્યાસજીનાં ઉપદ્રષ્ટા ગુરુ દેવર્ષી નારદજી છે નારદજીનાં 4 શિષ્ય તેમા 2 બાળક અને 2 વૃદ્ધ હતાં. બાળકમાં પ્રહલાદ તથા ધ્રુવ અને વૃદ્ધમાં વાલ્મિકિ અને વ્યાસજી છે. બધી કળ-લેખકો અને ઋષિઓના અપેક્ષા ગુરુ તરીકેનું કાર્ય કર્યું છે જેથી પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો વર્ષમાં વારંવાર ગુરુને નથી મળી શક્તા તેવા લોકો પણ વર્ષમાં એકવાર ગુરુપૂર્ણિમાનાં દિવસે પણ જો ગુરુને યાદ કરીને પ્રણામ કરે તો કલ્યાણ કલ્યાણ છે. તમામ પુરાણોની રીતે ઉજવાતી ગુરુપૂર્ણિમા છે પણ આધુનિક યુગમાં તમારી ચીંતાનું સોલ્યુશન આપે તે ગુરુ.

સાચી સલાહ આપે તે ગુરુ,ની વ્યાખ્યા એકદમ ચોક્કસ બની રહે. જૂના પ્રાચિન સમયમાં ગુુરઓ શિક્ષણ સાથે સંકળાયેલા હતા અનેે જે જીવનને ઉજાગર કરતાં. આજની પરિભાષામાં ઓશો રજનીશની વાત યાદ આવી જાય છે ગુરુ તારી અંદર બેઠો છે તેને ઢંઢોળો અને પરંપરા તોડીને આગળ વધો. ગુરુપૂર્ણિમા નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમ થશે જેમા સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાન દ્વારા અડાજણ મંદિરે સવારે મંગળા આરતી બાદ ઘનશ્યામચરણ અને કોઠારી સ્વામી હરિભક્તોને પ્રવચન આપશે અને પ્રમુખ સ્વામિ મહારાજની તબીતય સુધરે તે માટે પ્રાર્થના કશે. તે રીતે સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પણ સાંજે 6 કલાકે ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે જેમાં અંદાજે 2000 જેટલા હરિભક્તો અને 1000 ગુરુકુલ ખાતે ભણતા વિદ્યાર્થીઓ જોડાશે જેમા વિદ્યાર્થીઓ ગુરુનું પૂજન કરશે. ઉપરાંત પણ ભગવાન સ્વામિનારાયણ પુજા કરાશે.તો ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પણ સવારે 8 કલાકથી ગુરુપૂર્ણિમાની શરૂઆત થશે. કાર્યક્રમમાં સુરત ઉપરાંતનાં હરિભક્તો પણ જોડાશે.

BAPS અડાજણમાં બાપાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો