તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આજના યુવાઓએ સાધનાના માર્ગે આગળ વધવું જોઇએ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમવારેભટાર રોડ ખાતે જાણીતા ઓજસ્વી પ્રવચનકાર આચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજ તથા મુનિ પદ્મવિમલ સાગરજી મહારાજનાં સાનિધ્યમાં શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ચાતુર્માસનો પ્રારંભ થયો હતો. 2500થી વધુ યુવા ભાવિકો આશિર્વાદ પેલેસનાં ગેટ નંબર-3ની સામે શ્રી બુદ્ધિ-વીર વાટિકામાં જૈનાચાર્યનાં પ્રવચન શ્રમણ માટે ઉમટ્યા હતા. સમયની પાબંદી અને પૂર્ણ શિસ્ત સાથે અહિં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. 750થી વધુ શ્રદ્ધાળુઓએ સામાયિકની સાધના કરી હતી. સેંકડો લોકોએ ત્રણ દિવસ તથા એક દિવસનાં ઉપવાસ તેમજ આયંબિલ અને એકાસણાની તપસ્યાના સંકલ્પો લીધા હતા. આચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજે વધુમાં સાધનાનમાં જોડાવવા અને પાપરૃત્યોને ઓછા કરવા હાલક કરી હતી. તેમણે તપસ્યા,દાન,પૂજા અર્ચના, સામાયિક,પ્રતિક્રમણ,જીવદયા અને બ્રહ્મચર્ય આદિ સાધનાઓ પર હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું અને સાધનાના માર્ગે આગળ આવવા પ્રેરણા કરી હતી. સેંકડો યુવક-યુવતીઓ આવતીકાલથી પ્રતિજ્ઞાબદ્ધ થશે. અહિં 5 વર્ષથી 20 વર્ષના યુવક-યુવતીઓ માટે 50 દિવસનાં નિયમોની એખ જંગી ઇનામી યોજના આજે જૈનાચાર્યની પ્રેરણાથી આયોજકોએ જાહેર કરી હતી.

16 પ્રકારનાં નાના-મોટા જીવનોપયોગી નિયમો માટે પોઇન્ટ કાર્ડ બનાવી પ્રોત્સાહન માટે પુરસ્કારોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. પોઇન્ટ કાર્ડની યોજના આજથી પ્રારંભ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો