સેંટ ઝેવિયર્સની ફૂટબોલ ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
સેંટ ઝેવિયર્સની ફૂટબોલ ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
સુરત | યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંડર-17 બોયઝ માટેની શાળાકીય ફૂટબોલ સ્પર્ધા એમ.ટી.બી.આર્ટ્સ કોલેજના મેદાન પર રમાઈ રહી છે. 8 ટીમ વચ્ચે રમાઈ રહેલી ટીમ વચ્ચે સેંટ ઝેવિયર્સ કોલેજની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સેમિફાઇનલમાં સેંટ ઝેવિયર્સ અને ફાઉન્ટન હેડ વચ્ચે રમાઈ હતી. જે મેચ નિર્ધારિત સમયવેળા 1-1 થી ડ્રો થતા રેફરીએ પેનલ્ટી શૂટઆઉટનો નિયમ લાગુ પાડ્યો હતો. ં છેવટે સેંટ ઝેવિયર્સની ટીમ 4-3 થી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.