સ્ટાર્ટઅપનાે આઇડિયા 1 વર્ષ વિચારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘જ્યારે પણ તમે તમારું સ્ટાર્ટ અપ શરૂ કરો છો ત્યારે સૌથી પહેલા તમારી પાસે પ્લાનિંગ હોવું જરૂરી છે. સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલાનાં પ્લાનિંગ માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપો. પ્લાનિંગ માટે એક વર્ષ આપવાને કારણે જ્યારે તમે સ્ટાર્ટઅપ શરૂ કરશો ત્યારે બહુ જ સરળતાથી તમે તમારા સ્ટાર્ટઅપમાં આવતા ઇશ્યૂઝને હેન્ડલ કરી શકશો. આ વાત રાજ મહેતાએ લાયન્સ ક્લબમાં યોજાયેલી એક ટોકમાં કહી હતી.

જ્યારે પણ નવા બિઝનેસની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા ફંડ વિશે વિચારવાને બદલે આઇડિયા વિશે વિચારો. જો તમારી પાસે એકસ્ટ્રા ઓર્ડિનરી આઇડિયા હશે તો તમે ક્યાંયથી પણ ફંડની વ્યવસ્થા કરી શકશો. આઇડિયા સારા હશે તો ઇન્વેસ્ટ કરનારા ઘણાં ઇન્વેસ્ટર્સ પણ મળી જશે.

વધુમાં એમણે જણાવ્યું કે કોઇપણ સ્ટાર્ટઅપની સફળતાનો આધાર એમાં કરવામાં આવતા ઇનોવેશન પર રહેલો હોય છે. ઇનોવેશન જેટલું સ્ટ્રોંગ હશે તમારું સ્ટાર્ટઅપ પણ એટલું જ સફળ થશે.

CITY EVENT