તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સદ્દગુરુની કૃપા વિના તપ શક્ય નથી : પં. પદ્મદર્શનજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદ્દગુરુની કૃપા વિના તપ શક્ય નથી : પં. પદ્મદર્શનજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અઠવાલાઇન્સજૈન સંઘ ખાતે સિદ્ધગિરિ એપાર્ટમેન્ટમાં પૂજ્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી આદિ જૈનાચાર્ય અને મુનિની પધારમણી થઇ હતી.

વાવ નિવાસી હેતલબેન દોશીના 37 ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાના પારણાં પ્રસંગે થઇ હતી. જેમા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પૂજ્યોનુ સામૈયુ કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. પ્રસંગે જૈનાચાર્યોએ પ્રસંગોપાચિત પ્રવચન આપ્યું હતું. પૂજ્ય પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું કે, પ્રતિકૂળતાના પવનને શાંતિ કરીને અનુકૂળતામાં આગેકૂચ કરવી હોય તો તપ શ્રેષ્ઠધર્મ છે. સદ્દગુરુની કૃપા વિના તપ શક્ય નથી. સદ્દગુરુના સમર્પણ વિના જીવનનુ ઉર્ધ્વીકરણ થવું મુશ્કેલ છે. સદ્દગુરુના પગલાં થાય માટે હેતલબેને 36 ઉપવાસને બદલે એક ઉપવાસ વધારીને 37 ઉપવાસનો ભીષ્મ તપ આદર્યો છે. માત્ર આપણે અનુમોદના કરીને છૂટા પડવાનું નથી પણ કાંઇક કરવાનો સંકલ્પ કરવાનો છે. જૈનશાસનનો તપ વિશ્વમાં શ્રેષ્ઠ ધર્મ છે. આવા ભીષ્મ તપના પ્રભાવે અનેક આત્માઓ કર્મક્ષય કરીને મોક્ષપદને પામ્યા છે. મુક્તિપદની મંઝિલે જવા માટે શ્રેષ્ઠ ધર્મ છે.

સદ્દગુરુના સમર્પણ વિના ઉર્ધ્વીકરણ અશ્કય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો