તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ડુમસ કિનારે વધેલી ખંડિત થયેલી હજારો પ્રતિમાનો આડેધડ નિકાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસ કિનારે વધેલી-ખંડિત થયેલી હજારો પ્રતિમાનો આડેધડ નિકાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશજીનીસ્થાપના બાદ હવે શહેરમાં વધેલી તેમજ ખંડિત થઈ ગયેલી હજારો પ્રતીમાઓનો બારોબાર નિકાલ કરવાનો ખેલ શરૂ કરાયો છે. બુધવારે મોડી રાત્રે કેટલાક તત્વો આવી પ્રતિમાઓનો ડુમસના ડંકા ઓવારા પાસે નિકાલ કરી નાસી છુટ્યા હતા. સવારે કિનારા પર રઝળતી પ્રતીમાઓને જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. આખરે ગામના રહીશોએ ભેગા મળીને બોટની મદદથી પ્રતિમાઓને મધદરિયે વિસર્જિત કરી હતી.

ગણેશ ઉત્સવ પહેલાં મૂર્તિકારો માટી તેમજ પીઓપીની પ્રતિમાઓ મોટાપાયે આયાત કરીને ખડકી દે છે અને ગણેશ ચતુર્થી બાદ વેચવાની બાકી રહી ગયેલી પ્રતિમાઓ પરત લઈ જવાનું મોંઘું પડતું હોવાથી આવી પ્રતિમાઓને રસ્તે રઝળતી મુકી દે છે અથવા તો તેનો બેફામ નિકાલ કરી દે છે. જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. દર વર્ષની જેમ વર્ષે પણ આવી ઘટના પ્રકાશમાં આવી છે. ગણેશ સ્થાપનાના બીજા દિવસે મોડી સાંજે કેટલાક લોકો એક ટ્રેક્ટરમાં બચેલી તેમજ ખંડિત થઈ ગયેલી હજારો પ્રતિમાઓ લઈને ડુમસ પહોંચ્યા હતા અને દરિયા કિનારે તેમનું મનફાવે તેમ ફેંકી ભાગી છૂટ્યા હતા. ઉપરાંત મોડી રાત્રે ફરીથી કેટલાક લોકો ટ્રેક્ટરમાં આવી પ્રતિમાઓ ભરીને આવ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓની જાણ બહાર ડંકા ઓવારા પાસે કિનારા પર પ્રતિમાઓ ઠાલવીને ભાગી છૂટ્યા હતા. સવારે કિનારા પર પ્રતિમાઓ રઝળતી જોઈને સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા.

સ્થાનિકોએ બાબતે નાવિક ક્લબ ઓવારાના પ્રમુખ ભરત ઘંટીવાળાને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને તમામ પ્રતિમાઓને એકત્ર કરીને બોટમાં લઈ જઈ મધદરિયે તેમનું વિસર્જન કરાયું હતું. બાબતે તેમણે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલાને પણ જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જો કે, મામલે મોડે સુધી કોઈ ફરિયાદ નોંધાઈ હતી.

આખરે સ્થાનિક રહીશોએ તમામ મૂર્તિને મધદરિયે વિસર્જિત કરવી પડી

સ્થાપનાના બીજા દિવસે રાત્રે કેટલાક વેપારીઓ પ્રતિમાને કચરાની જેમ ફેંકી છૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો