તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • IDS માટે હજાર કરોડનો પેની સ્ટોક, શેર પ્રીમિયમ સ્કેન્ડલ નિશાના પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IDS માટે હજાર કરોડનો પેની સ્ટોક, શેર પ્રીમિયમ સ્કેન્ડલ નિશાના પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવકવેરાવિભાગે ઇન્કમ ડેકલેરેશન સ્કીમને વધુ સફળ બનાવવા માટે શેર બજારમાં રોકાણ કરી બ્લેકમની વ્હાઇટ કરવાના આરોપનો સામનો કરી રહેલાં કરદાતાઓને ઘેરવાની રણનીતિ અંતર્ગત આજે શહેર અને મુંબઇ સહિત કુલ 20 ઠેકાણે સરવે હાથ ધર્યો હતો. જેમાં વરાછા, કામરેજ અને સચીનમાં ઓફિસ અને ધંધાકીય સ્થળ ધરાવતા બિલ્ડર, ડાયમંડ યુનિટ, કેમિકલના વેપારી, ઇન્ક મેન્યુફેકચરર અને યાર્ન વેપારીને સાણસામાં લીધા હતા. કુલ રૂપિયા આઠથી દસ કરોડના પેની સ્ટોક કૌભાંડ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આઇટીની ગણતરી છે કે તમામ કરદાતા ગેરરીતિ સ્વીકારીને આઇડીએસના દાયરામાં આવી જાય. હાલ, તમામ જગ્યાએ સ્ટોક વેરિફિકેશનથી લઇને હિસાબી ચોપડા ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. આવકવેરા વિભાગની રેન્જ-1, 4 અને 8 દ્વારા આજે સાગમટે સરવે શરૂ કરી દેવાયા છે.

IDSમાં ક્યા લાભ

કેપિટલગેઇન અને શેર પ્રીમિયમ કૌભાંડમાં પેનલ્ટીની તલવાર લટકી રહી છે. બીજી તરફ આઇડીએસમાં ડેકલેરેશન 45 ટકા સુધી છે. પરંતુ પેલન્ટી જોડવામાં આવે તો તે 55 ટકાની ઉપર નિકળી જાય એમ છે. બીજી તરફ આઇડીએસન એક ફાયદો પણ છે કે એક બે વર્ષ સુધી સરવે કે સર્ચનો ડર રહેશે નહીં.

રૂપિયા કરોડનું કેપિટલ ગેઇન અને સાડા ચાર કરોડની શેર પ્રીમિયમની ગેરરીતિ: તમામને IDSમાં ફેરવવાની કવાયત

ડાયમંડ, બિલ્ડર, કેમિકલ અને ટેક્સટાઇલ ગ્રુપ પર ITનો સરવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો