તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કુલપતિ સામેની ફરિયાદમાં આખરે તપાસ સમિતિની બંધબારણે બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુલપતિ સામેની ફરિયાદમાં આખરે તપાસ સમિતિની બંધબારણે બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કરેલી વ્યાપક ગોબાચારી મામલે રાજ્યપાલને ફરિયાદ કરાતાં બુધવારે બે સભ્યોની તપાસ કમિટીએ કુલપતિ સાથે બંધબારણે બેઠક યોજી હતી.

મામલે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ આર્કિટેકચર ડિપાર્ટમેન્ટમાં 80 બેઠકો કપાવા અંગે, યુનિવર્સિટીમાં ખોટી મિનિટસ્ લખવા અંગે તેમજ કુલપતિ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની રાજ્યપાલને ફરિયાદ કરી હતી, જેના આધારે કુલપતિ સામે બે સભ્યોની તપાસ કમિટી નિમવામાં આવી હતી. કમિટીએ બધુવારે સુરતમાં કુલપતિ તેમજ રજિસ્ટ્રાર સાથે બંધબારણે બેઠક યોજી હતી.

કુલપતિ સામે થયેલી ફરિયાદને પગલે ઇન્કવાયરી કમિટી બેસાડાઇ હોય તેવી નર્મદ યુનિવર્સિટીની પ્રથમ ઘટના છે, જ્યારે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં કુલપતિ સામે થયેલી ફરિયાદમાં ઇન્કવાયરી કમિટી બેસાડાઇ હોય તેવી બીજી ઘટના છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી સામે ઇન્કવાયરી કમિટી બેસાડવામાં આવી હતી.

કુલપતિ સામે થયેલી ફરિયાદમાં તપાસ કમિટીએ કુલપતિનાં નિવેદનો લીધાં બાદ ગુરુવારે સેનેટ મેમ્બરનાં નિવેદનો લેવાશે. માટે સવારે યુનિવર્સિટીમાં એબીવીપી અને આરએસએસના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અને કુલપતિએ આચરેેલી ગોબાચારી મુદ્દે પુરાવા રજૂ કરશે.

અગાઉ ધમપછાડા કરી તપાસ અટકાવી દેવાઈ હતી

કુલપતિસામે થયેલી ફરિયાદ અંગે રાજ્યપાલે મે મહિનામાં તપાસ કમિટી નિમી દીધી હતી. જો કે, જે તે સમયે ધમપછાડા કરીને પણ કમિટીની તપાસને અટકાવી દેવામાં આવી હતી. અંગે ફરીથી રજૂઆત કરાતાં છેક સપ્ટેમ્બર માસમાં બે સભ્યોની તપાસ કમિટીને મોકલી આપવામાં આવી હતી.

આજે ABVP, RSSના પદાધિકારી હાજર રહેશે

કુલપતિનાં નિવેદનો લેવાયાં, આજે સેનેટ સભ્યોનાં નિવેદનો લેવાશે તથા ABVP, RSS પુરાવા રજૂ કરશે

વીર નર્મદ યુનિવર્સિટી માટે ઐતિહાસિક ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો