તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શિક્ષણ સમિતિમાં પ્રશ્નો નહીંં ઉકેલાય તો શિક્ષણ સંઘની આંદોલનની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ સમિતિમાં પ્રશ્નો નહીંં ઉકેલાય તો શિક્ષણ સંઘની આંદોલનની ચીમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉચ્ચતર પગાર ધોરણ સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ રમેશ પરમારે જણાવ્યું છે કે 9-20-31ના ઉચ્ચતર પગાર બાબતે સમિતિના કર્મચારીઓ દ્વારા 400થી વધારે કેસોની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વળી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ જેઓને 5000-8000 મળ્યો છે તેઓને 4500-7000 પ્રમાણે કરવાના છે અને મોટી રીકવરી કરવી પડેની વાત જણાવી છે. તો ભૂલ કોનીω આટલા વર્ષો સુધી સરકારી બાબુઓ કયાં ગયા હતાω પરિપત્ર મુજબ જ્યાં શિક્ષકમાંથી નિરીક્ષકનું પ્રમોશન છે ત્યાં 9 વર્ષે 5000-8000 મળવાપાત્ર છે જ. તો પછી આપણે ત્યાં તો પ્રમોશન છે જ. જેના આધાર પુરાવા પણ છે જ. વળી શાસનાધિકારીના પત્ર જાવક નં 2740 તા.5.7.2016 મુજબ વિસંગતતા દૂર થઇ ગઇ છે અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 તથા બીજુ ઉચ્ચતર પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4400 પ્રમાણે ગણતરી કરવાનું તેઓએ જણાવ્યું છે.

ઉપરાંત પણ સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ હજી થઈ રહ્યું નથી. જેમ કે શિક્ષકોના સ્ટીકરો બાકી છે તેમજ પેન્શન, ખુરશી, ગણવેશ, કેશોદ પ્રવાસ દુર્ઘટના સહાય, સ્ટીકર, એલ.ટી.સી વળતર રજા, નાની-નાની બાબતોમાં શિક્ષકો પર ભરવામાં આ‌વતા પગલા સહિતના પ્રશ્ને જો સંતોષજનક નિરાકરણ નહીં આવશે તો આગામી દિવસોમાં ઉપવાસ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરાશે.

શિક્ષક પાસે રિકવરી થાય શરમજનક

શાસનાધિકારી તત્કાલ મંડળ સાથે ચર્ચા કરે

^10વર્ષથી પડતર ઉચ્ચતર પગાર ધોરણ, સી.પી.એફ જેવા પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત છતાં શાસનાધિકારીનું નકારાત્મક વલણ, વારંવાર થતાં કૌભાંડો જેવા કેટલાય કારણોસર શિક્ષકોમાં ભારે નારાજગી છે. જે આગામી સમયમાં પરમાણું વિસ્ફોટની જેમ પ્રચંડ રીતે સામે આવી શકે છે. જેથી શાસનાધિકારીને તત્કાલ મંડળ સાથે ચર્ચા કરવાનો આદેશ આપવામાં આવે એવી માંગણી છે. > રાહુલગવ્હાણે, પ્રમુખ,પ્રાથમિક શિક્ષક મંડળ

પગાર ધોરણ સહિતની માગણી માટે લડત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો