તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરી કામ કરતાં 22 બાળમજૂર મુક્ત કરાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાઈલ્ડલેબર વિભાગ દ્રારા બુધવારે ઉન ખાતે જરીના કારખાનામાં કામ કરી રહેલા 22 બાળ મજુરોને મુક્ત કરવામાં આવ્યા છે. બાતમીના આધારે કાર્યવાહી કરી છાપો મારી બાળકોને છોડાવાયા હતાં.

શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ચાઈલ્ડ લેબર વિભાગ દ્વારા બાળ મજુરોને મુક્ત કરાવવા એક અિભયાન ચાલી રહ્યું છે. ખાસ કરીને શહેરના ટેક્સટાઈલ વિસ્તાર અને કારખાનામાં બાળ મજુર વધુ મળી આવે છે. અનેક છાપામારી અને પોલીસ ફરિયાદ છતાં બાળમજૂરી નાથવામાં લેબર વિભાગને અસરકારક પરિણામ નથી મળી રહ્યાં. અહીં રાજસ્થાન, યુપી બિહાર થી બાળકો લાવીને તેમની પાસે મજુરી કરાવવામાં આવી રહી છે. દરમિયાન આજે ઉન વિસ્તારમાં જકાતનાકા પાસે થી 14 અને આકાશ નગરથી 8 બાળમજુરને મુક્ત કરાયા છે. ગુજરાત સરકાર દ્વારા 19 ઓગસ્ટ થી 28 સપ્ટેમ્બર સુધી બાળ મજુર એલીમીનેશન મન્થ તરીકે સહીયારી કુચ ચલાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત આજે છાપો મારી કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો