તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતના પાટીદાર અભિવાદન સમારોહનો વિરોધ કરો: પાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના પાટીદાર અભિવાદન સમારોહનો વિરોધ કરો: પાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતખાતે અમિત શાહ તેમજ રૂપાણી સહિતના ભાજપ સરકારના મંત્રીમંડળ, પાટીદાર ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વગેરેનું સન્માન કરવા માટે 8 સપ્ટેમ્બરના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મહેશ સવાણી તેમજ મુકેશ રાજહંસ દ્વારા ગોઠવાયું હોવાનું પાટીદાર આંદોલનકારીઓનું કહેવું છે. ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલ, પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પાટીદારોના પરિવારો તેમજ ધારીના ધારાસભ્ય નલીન કોટડિયાએ સુરતના પાટીદાર સમાજ તેમજ ઉદ્યોગપતિઓ અને આગેવાનોને અપીલ કરી છે કે સન્માન સભાના કાર્યક્રમનો વિરોધ કરીને નિષ્ફળ બનાવાય.

નલીન કોટડિયાએ સુરત પાટીદાર દાતાઓ-ઉદ્યોગપતિઓને વિનંતી કરતો પત્ર લખ્યો છે. જેમાં તેમણે અપીલ કરી છે કે સુરતના સન્માન સમારોહનો કાર્યક્રમ માત્ર સરકારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતા ગણ્યાંગાંઠ્યા પૈસાદારોનો પ્લાન છે. જો પાટીદારની ભાવના સાથે કામ કરતા હોત તો માત્ર પાટીદારોને બોલાવ્યા હોત પરંતુ તેવું નથી.

શહીદ પાટીદારોના પરિવારો અને નલીન કોટડિયાએ સુરતના પાટીદારોને અપીલ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો