તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વાહન વ્યવહાર મંત્રીની મુલાકાત ટાણે ઇન્ચાર્જ RTO ગેરહાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન વ્યવહાર મંત્રીની મુલાકાત ટાણે ઇન્ચાર્જ RTO ગેરહાજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એચએસઆરપી નંબર પ્લેટનો બેકલોગ જલ્દી પુરો કરવા મંત્રી વલ્લભ કાકડીયાએ સુચના આપી

ટ્રાન્સપોટ્રેશન રીપોર્ટર. સુરત

રાજ્યનાનવનિયુક્ત વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ આજે આરટીઓની મુલાકાત લીધી હતી. દરમિયાન સુરત આરટીઓનો ચાર્જ સંભાળી રહેલા નવસારી આરટીઓ અધિકારી પોતે ગેરહાજર રહ્યા હતા. જેથી મંત્રીની આગતા સ્વાગતા ઇન્સપેક્ટરોએ કરી હતી.

વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રીએ આજે સુરત આરટીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમના આવવા અંગેના સમાચાર વહેલી સવારે મળી ગયા હતા. જેથી આરટીઓને ઘણાં વર્ષો પછી સાફસફાઈ કરી સ્વચ્છ કરવામાં આવી હતી. વાહન વ્યવહાર મંત્રી દ્વારા સુરત પાલ આરટીઓ કચેરીની મુલાકાત લઈ રજીસ્ટ્રેશન તથા કાચા અને પાકા લાયસન્સ આપવાની પધ્ધતિની જાણકારી મેળવી હતી. સાથે તેમણે આગામી સમયમાં મુખ્ય આરટીઓની જગ્યાની નિમણુક કરવામાં આવશે એવુ કહ્યુ હતું. સમયે આરટીઓનો ચાર્જ જેમણે સોંપવામાં આ‌વ્યો છે તે નવસારી આરટીઓ પંડ્યા ગેરહાજર રહ્યા હતા. જ્યારે ઇન્સપેક્ટર વી.એસ.ચૌહાણ સમેતના ઇન્સપેક્ટર અને આસિ.ઇન્સપેક્ટરો પણ હાજર રહ્યા હતા. મંત્રીએ એચએસઆરપી નંબર પ્લેટની કામગીરીને ઝડપી કરવા માટેની સુચના આપી હતી. સાથે પેન્ડીંગ કામ જલ્દી પુર્ણ કરવા માટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો