તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે વરસાદથી પંડાળોમાં પાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાનવિભાગ દ્વારા વરસાદ નહીં થવાની આગાહી વચ્ચે આજે વહેલી સવારે શહેરમાં ધોધમાર વરસાદ થયો હતો. અચાનત સવારે વરસાદ આવતા ગણપતિ પંડાળોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે મોડી રાત્રે પણ વરસાદી ઝાપટું પડતા પાણી ભરાયા હતા.

શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદનો વિરામ હતો. પરંતુ આજે સવારે 5 વાગ્યાથી વરસાદી ઝાપટા શરુ થઈ ગયા હતા. સવારે 6 થી 8માં અડધો ઇંચ વરસાદ થયો છે. સિવાય બારડોલી તાલુકામાં 9 મિમી, મહુવામાં 10 મિમી, માંડવીમાં 6 મિમી, પલસાણામાં એક ઇંચ અને ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ થયો છે. શહેરમાં બે દિવસથી ગરમીનો પારો પણ વધીને 32 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. પરંતુ વહેલી સવારે વરસાદ થતા આજે તાપમાન 28 ડિગ્રી પર પહોંચી ગયુ હતું. ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લેતા ઉકાઈ ડેમની સપાટી ઘટાડીને 335 ફુટની પાસે લઈ અવાઈ છે. ઉકાઈની સપાટી હાલ 335.36 ફુટ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો