તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આંદોલન બંધ કરવાની કોઈના બાપની તાકાત નથી : હાર્દિકનો હુંકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન બંધ કરવાની કોઈના બાપની તાકાત નથી : હાર્દિકનો હુંકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં8 સપ્ટેમ્બરના રોજ થઈ રહેલા રાજસ્વી પાટીદાર સન્માન સમારોહની પૂર્વ સંધ્યાએ ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલે તેના પર લાગી રહેલા આરોપોનો જવાબ આપીને મહેશ સવાણી, મુકેશ રાજહંસ અને અમિત શાહ સહિત ભાજપ સરકાર પર વળતો હુમલો કર્યો છે. હાર્દિકે એક વીડિયો સંદેશામાં જણાવ્યું ‘‘મને ગમે તેટલો બદનામ કરો કે મારા પર કરોડો રૂપિયા લીધા હોવાના આરોપો લગાવો, પાટીદાર આંદોલનને બંધ કરવાની તાકાત કોઈના બાપમાં નથી.’’ હાર્દિકે હુંકાર કરતા કહ્યું ‘‘જીતુ વાઘાણી વારંવાર કહે છે કે રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાવ ત્યારે મારે વાઘાણીને કહેવું ચે કે જો તાકાત હોય તો મને એક વાર ગુજરાતમાં આવવા દો અને ભાજપની સભાની સમાંતર મારી સભા થવા દો તો ખબર પડશે કે સમાજ કોની સાથે ઉભો છે.’’

હાર્દિકનોનાણાં લેતો વીડિયો વાઇરલ

હાર્દિકનેસુરતના મુકેશ પટેલ અને મહેશ સવાણી દ્વારા 25 લાખ અપાયા તેનો વીડિયો મોડી સાંજે વાઇરલ થયો હતો. હાર્દિકે પણ નાણાં લીધા હોવાનું સ્વીકાર્યું હતું.

‘એક વાર મને ગુજરાતમાં આવવા દો’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો