તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • હવે સ્મીમેરમાં સિક્યુરિટી વિભાગે તાકીદે પોલીસ ફરિયાદ કરવી પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે સ્મીમેરમાં સિક્યુરિટી વિભાગે તાકીદે પોલીસ ફરિયાદ કરવી પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્મીમેરમાંતબીબ પર હુમલો કરનાર આરોપી પકડાયા હોવાથી રેસીડેન્ટ ડોક્ટરની હડતાળ યથાવત રહી હતી. મામલે બુધવારે સ્મીમેર મેડીકલ કોલેજના ડિન કલ્પના દેસાઇ, ડે. કમિશ્નર ડો.હેમંત દેસાઇ, કેતન પટેલ, બંકીમ દેસાઇ અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. વંદના દેસાઈની બંધ બારણે અેક મીટિંગ યોજાઈ હતી. જેમાં નક્કી થયું હતું કે હવે સ્મીમેરમાં સિક્યુરિટી વિભાગે તાકીદે પોલીસ ફરિયાદ કરવી પડશે. ઉપરાંત તાત્કાલિક ધોરણે સિક્યુરિટી સ્ટાફને હટાવી અતિ આધુનિક સિક્યુરિટી લાવવાનો નિર્ણય કરાયો છે.

અગામી દિવસોમાં આવી ઘટના બને તે માટે શું કરવુંω અને થાય તો કયા પ્રકારે પગલા લેવાω તેનો અંગે નિર્ણય લેવાયો હતો. મીટિંગમાં અગત્યનો મુદ્દો સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટીનો ઉચકાયો હતો. જેની પર ઘણી ચર્ચા થયા બાદ રાતોરાત હોસ્પિટલની સિક્યુરિટી સ્ટાફ હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં માર્શલ કેડરના કર્મચારીની નિમણૂક કરાશે. જે જરૂરિયાત મુજબ રાઉન્ડ ધી ક્લોક પોસ્ટીંગ કરશે તેમજ સિસિટીવી કેમેરાની કાયમી ધોરણે ચેંકિગ અને મેઈન્ટેનન્સ, વિઝિટર પોલીસીનો ચુસ્ત પણે અમલ કરશે. ઉપરાંત હોસ્પિટલના સેન્સીટીવ પેશન્ટ એરિયા જેવા કે કેઝ્યુલીટી વિભાગ, આઈસીયુ, લેબરરૂમ પાસે વધારાના આર્મ્ડ સિક્યુરિટી ગાર્ડ મુકવા અંગેનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે સિક્યુરિટીને વોકીટોકીની સુવિધા પણ પુરી પાડવા અંગેનો નિર્ણય લેવાયો છે.

જુના સીસીટીવી કેમરાની જગ્યાએ નવા અદ્યતન ટેક્નોલોજીયુક્ત કેમેરા મુકવા સિક્યુરિટી સિસ્ટમની પીરીયોડીકલ ચેંકિગ કરવા માટે વિદ્યાર્થી અને સ્ટાફની એક સુપરવાઈઝીંગ કમિટી બનાવાશે. ઉપરાંત આકસ્મિક સંજોગોમાં માહિતીની આપ-લે કરવા માટે સ્મીમેર હોસ્પિટલમાં પબ્લીક એડ્રેસ સિસ્ટમ ઈન્સટોલ કરવામાં આ‌વશે.

સિવિલમાં પણ વિરોધ

બુધવારે સિવિલના રેસિન્ડટ તબીબોએ મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. તેઓ કાળી પટ્ટી બાંધી દરેક ઓપીડીમાં ફર્યા હતા.

તબીબોરેલી કાઢશે

ગુરૂવારેસ્મીમેરના રેલી કાઢશે. જેમાં નવી સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ તબીબો અને સ્મીમેર હોસ્પિટલના રેસીડન્ટ તબીબો જોડાશે.આ રેલીમાં રેસીડન્ટ, ઈન્ટર્નલ અને યુજી તબીબો જોડાશે.

અંસતોષનીલાગણી

બુધવારેમીટિંગમાં સિક્યુરિટી બદલવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ હજુ સુધી સિક્યુરિટી બદલાતા તે�ઓમાં રોષ ફેલાયો છે.

રાતોરાત સિક્યુરિટી સ્ટાફ હટાવવાનો નિર્ણય, તબીબોમાં રોષ

વિરોધ | સ્મીમેર હોસ્પિટલમાં તબીબોની હડતાળ યથાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો