Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કારખાનેદારને લૂંટવા આવેલી રાજાભૈયા ગેંગના વધુ બે ઝબ્બે
કતારગામનાએક કારખાનેદારને ત્યા થોડા દિવસ અગાઉ ધાડપાડવાના ઈરાદે સુરત આવેલી રાજુ ભૈયા ગેંગના વધુ બે સાગરીતોને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યાં હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓની વધુ પુછપરછ હાથ ધરી છે.
ભેસ્તાન રહેતા પ્રકાશ શર્માનું અપહરણ કરી રૂ.15 લાખ ખંડણી વસુલ્યા બાદ થોડા દિવસ અગાઉ ફરીથી કતારગામથી એક કારખાના માલીકનું અપહરણ કરી લૂંટ કરવાના ઈરાદે પૂણા પાટિયા ગંગા હોટલ સામે ભેગી થયેલી રાજાભૈયા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 12 સાગરીતોને ઝડપી પાડ્યા બાદ ક્રાઈમબ્રાંચે ગેંગના વધુ બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસની પુછપરછમાં કારખાનેદારનુ અપહરણ કરવાના ઈરાદે આવ્યા બાદ ઝડપાયેલા અપહરણકારો સાથે રઘુવીર દયાલ રાધેશ્યામ કોલ(રહે. જગદીશપુર, અલાહાબાદ)અને અરૂણકુમાર ઉર્ફે ફુલ્લા ઉર્ફે ટનગુરૂ શ્રીલક્ષ્મીનારાયણ દુબે(રહે.રહે. જગદીશપુર, અલાહાબાદ)ની પણ સંડોવણી બહાર આવતા ક્રાઈમબ્રાંચે બન્નેને ઝડપી પાડ્યા હતા.