તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 40 % સબસિડી સાથે મકાનો પર સોલાર પેનલો નાખવા કવાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 % સબસિડી સાથે મકાનો પર સોલાર પેનલો નાખવા કવાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|સુરત

શહેરીજનોદ્વારા વપરાશ કરવામાં આવતા વીજ પુરવઠામાં લોકો સૌર ઉર્જા થકી વીજળી પેદા કરી તેનો વધુમા વધુ વપરાશ કરે તે માટેનુ પ્લેટફોર્મ પુરૂ પાડવા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એસઇસીઆઇ) અને પાલિકા વચ્ચે આજે એમઓયુ કરવામાં આ‌વ્યુ છે. તેમાં 484 મેગા વોટ વીજળી સૌર ઉર્જા થકી આગામી 2021-22 સુધીમાં પેદા કરવાનુ આયોજન કરાયુ છે. જ્યારે લોકો પોતાના આવાસની છત પર સૌર ઉર્જાનો પ્લાન્ટ નાંખે તે માટે જાગૃતિ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. સાથે સાથે ડિસેમ્બર 2016ના અંત સુધીમાં માટેની અરજી પણ મંગાવવા માટેની સમગ્ર તૈયારી પાલિકાએ પુરી કરી છે.

કેન્દ્રના ઊર્જા મંત્રાલયે લોકો બિનપરંપરાગત ઊર્જાનો વધુ વપરાશ કરે તે માટે 30થી 40 ટકા સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત રહેણાંક મિલકત પણ સૌરઉર્જાનો પ્લાન્ટ નાંખવા 30 ટકા અને રાજ્ય સરકારની વધારાની 10 ટકા સબસીડી મળશે. જ્યારે લોકોના રહેઠાંણ પર સૌર ઉર્જાનો પ્લાન્ટ નાંખવા માટે આજે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા સાથે એમઓયુ કરવામાં આવ્યા બાદ 25 જુલાઇથી સમગ્ર શહેરમાં સર્વે કરવામાં આવશે. માટેની તબક્કાવાર કામગીરી કરવાની તૈયારી પાલિકાએ કરી છે. તેમાં 1 જાન્યુઆરી 2017થી 30 જુન 2017 સુધીમાં જે લોકોએ પોતાના રહેઠાંણ પર સૌર ઉર્જાનો પ્લાન્ટ નાંખવા માટે અરજી કરી હશે તેઓના આવાસની છત પર સૌર ઉર્જાનો પ્લાન્ટ નાંખવાની કામગીરી પુરી કરી દેવામાં આવશે.

રહેણાંક, ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સહિતના એકમોમાં સૌર ઉર્જાનો પ્લાન્ટ નાંખવામાં આવ્યા બાદ તે એકમમાં વીજ મીટર પણ બદલવામાં આવશે. નવા વીજ મીટર નેટ મીટરીંગ તરીકે ઓળખાશે. તેમાં ટુવે પાવર અવર જવર થઇ શકે તેવી વ્યવસ્થા હશે. કારણ કે સોલાર પ્લાન્ટ થકી પેદા થયેલી વીજળીનો વપરાશ પુરો થયા બાદ આપોઆપ વીજલાઇનમાંથી વીજ વપરાશ થઇ શકે તે પ્રમાણેની સુવિધા લોકોને મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. સાથે કુલ વીજ વપરાશના 50 ટકા વીજળી સૌર ઉર્જાથી પેદા કરી શકાશે.

સોલાર પ્લાન્ટ ફિટ કરાવો તો મીટર બદલાશે

આગામી વર્ષોમાં 484 મેગા વોટ વીજળી પેદા કરાશે

સોલાર એનર્જી કોર્પોરેશન અને પાલિકા વચ્ચે MOU

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો