ભાસ્કર વિશેષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર. સુરત

નેચરક્લબને સિટીલાઈટ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, એક નાનુ રંગબેરંગી પક્ષી અમારે ત્યાં વાડામાં આવ્યું છે. તે ઉડી શકતું નથી. તેથી તુરંત ક્લબના સ્વયંસેવક આશિષ ચૌધરી અને જીગર મહૂવાગરા ત્યાં પહોંચી ગયા હતાં. તેઓએ તે પક્ષીને જોતાં આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. નવરંગોનું અદ્દભુત પક્ષી ઘવાયું હોઈ ઉડી નહીં શકતા જાનનું જોખમ હતું. તેને જમીન પરથી ઉઠાવીને સેન્ટર ખાતે લઈ જઈ સારવાર કરાઈ હતી. બે દિવસ સુધી તે પક્ષીને રાખવામાં આવી સારવાર કરાઈ હતી. પક્ષી અંગે તપાસ કરતાં તે ‘ઈન્ડિયન પિત્તા’ હોવાનું જણાયું હતું. ગુજરાતમાં રંગીન પક્ષીને ‘નવ રંગો’ કહેવામાં આવે છે. સુંદર પક્ષી ઉડવા સક્ષમ થતાં ગવિયર લેક ખાતે છોડી મૂકવામાં આવ્યું હતું.

કોઈ મોટા પક્ષીએ ઘાયલ કર્યું હતું

હિમાલયનું ‘ઈન્ડિયન પિત્તા’ સિટીલાઇટ પહોંચ્યું

અન્ય સમાચારો પણ છે...