હેરી ટેક થીમ પર 14મીથી જીટીયુનો ટેક ફેસ્ટ યોજાશે
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા સરકારી ઇજનેર કોલેજ અને એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસી દ્વારા જીટીયુ સેન્ટ્રલ ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેક ફેસ્ટ 14થી 16મી માર્ચ દરમિયાન યોજાશે.
આ વર્ષે આ ટેક ફેસ્ટ ‘હેરી ટેક’ થીમ પર યોજાશે. જેમાં 40થી વધારે ટેકનિકલ સ્પર્ધા, 15થી વધારે નોન ટેકનિકલ સ્પર્ધા યોજાશે. જેમાં રોબોટિક્સ સ્પર્ધા, ATV ચેમ્પિયનશિપ, વર્કશોપ, ડિસ્કશન, ક્વિઝ જેવી જુદી જુદી સ્પર્ધાનો સમાવેશ થાય છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જીટીયુ સેન્ટ્રલ ટેક ફેસ્ટનો લોગો અને વેબસાઇટ લોન્ચ કરી હતી.
આ ટેક ફેસ્ટ અંગર્ત સેવ ધ એન્વાયરોમેન્ટનો મેસેજ આપવા માટે એક મેરેથોનનું આયોજન પણ કરાયું છે. જેમાં 3 હજારથી વધારે સ્ટુડન્ટ્સ 7 કિમી દોડશે.
વાઇસ ચાન્સેલર ડો.નવીન શેઠ કહે છે કે, આ ફેસ્ટ વિદ્યાર્થીઓને ટેકનોલોજીની સમજણ આપવા માટેનો છે. આ સાથે એમનામાં રહેલી સર્જનાત્મકતા-સ્પર્ધાત્મકતાને પીઠબળ આપવાનો હેતુ પણ છે.