મોનિકા શાહ આજે ઠૂમરી રજૂ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પ્રણવ પારિજાત ટ્રસ્ટ અને મહાગુજરાત ગાંધર્વ સમિતિ દ્વારા શાસ્ત્રીય વાદન અને ઠુમરીનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદનાં કલાકાર મોનિકા શાહ ઠુમરી રજૂ કરશે અને ઠુમરી વિશે વાત પણ કરશે.

મોનિકા શાહ આ કાર્યક્રમમાં જુદી જુદી ઠૂમરીઓ રજૂ કરશે. આ સાથે ઠૂમરીનાં પ્રકારો અને એને ક્યારે ગાઇ શકાય એ વિશે પણ વાત કરવામાં આવશે. એમની સાથે સુરતી કલાકારો સંગત કરશે.

આ કાર્યક્રમ 24મી ફેબ્રુઆરી શનિવારનાં રોજ કાપડિયા હેલ્થ ક્લબ ખાતે યોજાશે. સાંજે 4થી છ કલાક દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં કોઇપણ સુરતી હાજર રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...