• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પરણેલી પ્રેમિકાએ કહ્યું ગઝલમાં મારું નામ લખો, તો મરીઝે કાફિયા રદીફમાં કરામતથી લખ્યું, ‘રબાબ’ !

પરણેલી પ્રેમિકાએ કહ્યું-ગઝલમાં મારું નામ લખો, તો મરીઝે કાફિયા-રદીફમાં કરામતથી લખ્યું, ‘રબાબ’ !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘હો ગુર્જરીની ઓથ કે

ઉર્દૂની હો મરીઝ

ગઝલો બધી લખાય છે

દિલની જબાનમાં…!’

જેમણે દિલની જબાનથી આખી જિંદગી લખ્યું એ શાયર મરીઝની જન્મ શતાબ્દી નિમિત્તે તરબતર દ્વારા એક કવિ સંમેલનનું આયોજન કરાયું હતું. સુરતમાં જન્મેલા અને વર્ષો સુધી સુરતમાં વસેલા મરીઝ ગુજરાતી ભાષાનાં ગાલિબ ગણાય છે. આ કવિ સંમેલનમાં સંચાલક શોભિત દેસાઇએ મરીઝનાં કેટલાક કિસ્સા શેર કર્યા હતા. વાંચો, એમણે શેર કરેલા કિસ્સાઓ.

મરીઝની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તરબતર સંસ્થા દ્વારા મુશાયરાનું આયોજન કરાયું, જેમાં મરીઝનાં કિસ્સા શેર કરવામાં આવ્યા
કિસ્સા મરીઝનાં… | મરીઝે લખ્યું, ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યા..!!
મરીઝ ને એક પ્રેમિકા હતી. એની તરફ એને એક તરફી પ્રેમ હતો. એની પાછળ મરીઝ આખેઆખા ખર્ચાઇ ગયા અને એટલે જ ગઝલથી સમૃધ્ધ થયા. એમની પ્રેમિકાનાં લગ્ન થઇ ગયા. પ્રેમિકાનું નામ રબાબ. પ્રેમિકાએ મરીઝને કહ્યું કે-મેં તો સાંભળ્યું છે કે મારી યાદમાં તમે મોટા શાયર થઇ ગયા. તો મારું નામ આવે એવી ગઝલ લખોને..! એમણે ગઝલ લખી નાંખી.

હવે ગમે તે કહે કોઈ હુનર બાબત

કરી રહ્યો છું મારી સમજથી પર બાબત

પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ન લે

કે પહેલાં જાણવા ચાહે બધુ સફર બાબત

ગઝલ સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે, આમાં મારું નામ ક્યાં છેω

એટલે મરીઝે કહ્યું કે, કાફિયામાંથી છેલ્લો અક્ષર લેવાનો અને રદિફમાંથી પહેલા બે અક્ષર લેવાના એટલે રબાબ બને.

પ્રેમિકાએ ‘મારું નામ ક્યાંω’ પૂછેલા સવાલ પરથી મરીઝે એક નવી ગઝલ લખી.

જુઓ શી કલાથી તમને છુપાવ્યા

ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યા

***

1989માં અમે કલ્યાણજી આણંદજીને ત્યાં કાતીલ શિફાઈની મુલાકાત થઈ. પાકિસ્તાનના મશહૂર કવિ. 1979માં એ કલ્યાણજી આણંદજીને ત્યાં આવ્યા હતા. એમનો કાર્યક્રમ રાખ્યો. એ દિવસે મરીઝને કહેવાયું કે ત્રણ દિવસ તમારે પીવાનું નથી. એ પછી મરીઝને ત્યાં ચોકી કરવા મિહીર ભૂતાને બેસાડ્યા. એ રોજ સવારે 10 વાગ્યે મરીઝને ત્યાં જાય અને સાંજે 8 વાગ્યા સુધી બેસે. મરીઝ બહાર જાય એટલે મિહીર ભૂતા યાદ કરાવે કે તમે નહીં પીવાનું પ્રોમિસ આપ્યું છે !! એમણે ન પીધું. એ પછી મુશાયરામાં એમણે કતીલ શિફાઇ કરતાં પણ વધારે સારું પરફોર્મ કર્યું. એ પછી અમે એક બારમાં ગયા. ત્યાં કૃષ્ણનો ફોટો હતો. મરીઝ કહે, આ ફોટોગ્રાફ જો, ભગવાન કરતા-ચિત્રકાર મોટો છે. મેં પૂછ્યું કે કેમω તો કહે..ભગવાનને જો પૃથ્વી પર આવવું હોય તો આ જ લિબાસમાં આવવું પડે-બીજા લિબાસમાં આવે તો કોઇ નહીં ઓળખે.

(શોભિત દેસાઇ સાથે થયેલી વાત પ્રમાણે)

અન્ય સમાચારો પણ છે...