પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુલેટ ટ્રેનના પાટા...

આગામી જુન મહીનાથી બુલેટ ટ્રેનુ કામ શરૂ થશે. બુલેટ ટ્રેનનું ભાડુ હાલ જે જાહેર કરવામાં આવ્યું છે તે, ફસ્ટ એ.સી.નું હાલનું જે ભાડુ છે તેના કરતાં દોઢુ ભાડુ રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઇ માટે રેલવે માં ફસ્ટ એસીનુ ભાડુ રૂ. 1940 છે. જ્યારે અમદાવાદથી વડોદરાનુ રૂ. 1245 અને સુરતનુ 130 કિમિનુ રૂ. 1245 અને વડોદરાથી મુંબઇનુ રૂ. 1645 છે.

બાઇક પર પાછળ...

મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં અરજદાર જ્ઞાન પ્રકાશ તરફથી 2007ની 6ઠ્ઠી માર્ચે અરજી દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણા વ્હીકલ મેન્યુફેક્ચરર રુલ્સ 123નો ભંગ કરે છે. હાઇકોર્ટના ચુકાદાને ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર એસોસિયેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે એસોસિયેશનની અરજી ફગાવી દીધી છે.

એક ટિ્વટથી સ્નેપચેટનું...

છે જે સ્નેપચેટનો ઉપયોગ નથી કરી રહ્યું કે માત્ર હું જ છુંω બહુ જ ખરાબ સમાચાર’ કાઈલીના કહેવાનો અર્થ હતો કે તેણે તેનો ઉપયોગ બંધ કરી દીધો છે.

ત્યાર બાદ ગુરુવારે વોલ સ્ટ્રીટ પર સ્નેપ ઈન્કના શેર 8 ટકા ગગડી ગયા. સીઈઓ ઈવાન સ્પીગલે ગયા વર્ષે નવેમ્બરમાં સ્નેપચેટ રિ-ડિઝાઈન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ 10માંથી 9 યુઝર્સને આ ડિઝાઈન પસંદ નથી આવી.

લાંચ પ્રકરણમાં...

કોર્પોરેટર મીના રાઠોડના પતિ દિનેશ બાવાભાઈ રાઠોડ (આહીર) અને હરેશ નારણભાઈ વાઘમસી ગોડાદરા વિસ્તારમાં રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા. ગુરુવારે મોડી સાંજે એસીબીની ટીમે આ બન્નેની ધરપકડ કર્યા બાદ મીના રાઠોડના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસના અંતે વહેલી સવારે પોણા ચાર વાગ્યે મીના રાઠોડની પણ આ લાંચ પ્રકરણમાં સંડોવણી જણાતા એસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી. પતિની ધરપકડ બાદ મીના રાઠોડ ઘરમાં જ નજરકેદની સ્થિતિમાં હતી.


પહેલા પાનાનું અનુસંધાન