તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયામાં હર્ષ અને દુ:ખની ભાષા એક છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્રપટેલ કેળવણી મંડળ, સુરત સંચાલિત જે.ડી.ગાબાણી પુસ્તકાલય અને ડી.બી.તેજાણી વાંચનાલય દ્વારા સરદાર પટેલ સ્મૃતિભવન ખાતે ‘શબ્દના સથવારે’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રો.ડો.વિનોદ જોષીએ ‘ખોબામાં જીવતર’ અને પ્રો.ડો.ગોરા એન.ત્રિવેદીએ ‘રાષ્ટ્રીયતા અને આપણે’ વિષય પર વાત કરી હતી. કાર્યક્રમમાં ડો.વિનોદ જોષીએ કહ્યું હતું કે ‘રાષ્ટ્ર વ્યક્તિથી બને છે. વ્યક્તિ આપણે છીએ અને આપણી અંદર અનેક વ્યક્તિઓ છે. હું એક પાસપોર્ટમાં નોંધાયેલો માણસ છું, પણ મારી અંદર અનેક વ્યક્તિઓ વસે છે. આપણા સૌની અંદર એકથી વધારે વ્યક્તિઓ વસેલા છે. આપણે આસપાસને ફુટપટ્ટી રાખીને માપી રહ્યા છીએ. આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણે આપણે છીએ?ω આપણને જ્યારે કોઈ પૂછે કે આકાશ ક્યાં છે ત્યારે આપણે કહીએ આંગળી ચિંધીને ઉપર બતાવીએ છીએ પણ ખરેખર આકાશ આપણા હાથ પાસેથી હોય છે જેની આપણને ખબર નથી હોતી. કાંટો દરેકને પીડા આપે છે. સ્માઈલ દરેકને આનંદ આપે છે. એટલે દુનિયામાં હર્ષ અને દુખની ભાષા એક છે. ભાષા દુનિયામાં સરખી છે. સત્યને નકારી શકાય, પરંતુ પસંદ કે ના પસંદ કરી શકાય. ખોબામાં જે છે તે આપણી જાત સાથે જોડાયેલું છે. જે સુકાય જાય તે નદી નથી હોતી. સતત વહે છે તે નદી હોય છે. આપણી નીચે કોઈ કચડાય છે અને આપણે કોની નીચે કચડાય રહ્યા છીએ તે આપણને ખબર હોવી જોઈએ.

સેમિનારમાં પ્રો.ડો.ગોરા એન.ત્રિવેદીએ કહ્યું હતું કે ‘ગમે ત્યાં કચરો નાખવો, જાહેરમાં રાત્રીનાં સમયે લાઉડ સ્પીકર વગાડવા, ટ્રાફિકનું પાલન કરવું જેવી બાબતો હવે સામાન્ય બની ગઇ છે. એક માનવી તરીકે આપણે ગમે ત્યાં કચરો નાંખીએ છીએ, પછી કહીએ છીએ કે હું કચરો નાંખવાનું બંધ કરું તો મારા એકથી શું થવાનુંω? પ્રકારની સેન્સથી સમાજ બગડે છે. પરિવર્તનની શરૂઆત પોતાનાથી કરવી જોઇએ. પણ આવું કોઇ વિચારતું નથી. ટ્રાફિકનાં નિયમો તોડવા, ગમે તેવું વર્તન કરવું, સોરા-થેક્યું કહેવાની દરકાર કરવી જેવી બાબતો સાબિત કરે છે કે હવે લોકોમાં સિવિક સેન્સ નથી. અત્યારે દરેક જગ્યાએ ગણપતિની સ્થાપના થઇ છે. દેખાદેખી છે. આવું બિહેવિયર એકતા તોડે છે. 15મીએ ઓગસ્ટની ઉજવણી ઘરે ઘરે થશે નહીં. આપણે પહેલા ફરજ ચુકીએ છીએ પછી કહીએ છીએ કે ભારતમાં પ્રગતિ થતી નથી. માનવી પોતાની ફરજોથી સભાન નથી. કોઇ નેતા, અધિકારી, સ્પોર્ટસ મેન કોઇ પ્રકારનાં પ્રયત્ન કરે તો લોકો પોતાના વ્યૂ પોઇન્ટ આપે છે. જો કે આપણે પોતે દેશ માટે શું કરીએ છીએ પહેલા જોવું જોઇએ પછી દરેક બાબતોની આલોચના કરવી જોઇએ. મોટી નહીં પણ નાની વાતોથી સભાન હોવાની ખાસ જરૂર છે.’

કાર્યક્રમમાં પ્રો.ડો.વિનોદ જોષીએ કહ્યું હતું કે ‘આપણું અસ્તિત્વ બહાર છે કે, અંદર છેω? હાથમાં છે તોય કાબુ બહાર છે, ભાગ્ય રેખાનો કેટલો ભાર છે. આપણી અંદર રહેલું સત્ય ક્યાં છે. સત્ય એટલે શુંω? પ્રેમ એટલે શુંω? આપણને પણ ખબર નથી હોતી કે પાડોશી એટલે શું?ω જગત પર આપણે મૃત્યુ પામવા માટે જીવીએ છીએ. જીવન જેમ જીવીએ તેમ-તેમ અનુભવો વધતા જાય છે. ખરેખર તો સમય આપણામાંથી પસાર થાય છે. અસ્તિત્વવાદી એવું કહે છે કે, જન્મ આપણાં હાથમાં નથી તેવી રીતે મૃત્યુ પણ આપણા હાથમાં નથી. જન્મ અને મૃત્યુ આપણી જિંદગીના બે છેડા છે. જેની વચ્ચેનો નાનકડો હિસ્સો રોકીને આપણે જીવી રહ્યાં છીએ. આપણે શું છીએ?ω આપણે જેને આનંદ કહીએ તે શું છે?ω સુખ શું છે?ω આપણી જફા સુખ માટે હોય છે. જીવનમાં જેનો પ્રયત્ન જરૂરી છે તે આનંદ છે. દરિયામાં પરપોટો થાય તે થોડી વાર માટે થાય છે.પણ તે દરિયા માટે જરૂરી હોય છે. તમે તેના વિશે વાત કરી શકો. પણ તેને અડકી શકો. આવા ભાવો આપણી અંદર રહેલા હોય છે. મનુષ્ય ભાવનું પિંડ છે. જેમાં કોઈ વિષય હોય તો ભાવ છે. ક્યારેક આપણને કારણ વગર માણસો ગમવા લાગે છે અને ક્યારેક કારણ વગર કોઈ માણસથી દુર ભાગીએ છીએ. આપણે બધાને શીખામણ આપીએ છીએ, પણ બધા એક સરખું કરવા માંડે તોωપણ દુનિયામાં કોઈ સરખા છે નહીં. રવિન્દ્ર નાથ ટાગોર એમ કહે છે કે, બાળક એટલાં માટે જન્મે છે કારણ કે, ઈશ્વરને તેના પર શ્રધ્ધા છે. માણસ નવું નવું આપતો રહે તેવી શ્રધ્ધા છે. ઈશ્વરે આપણને ચિત્તની લોકશાહી આપી છે. જેના દ્વારા બાજુમાં બેસેલા વ્યક્તિને પણ ખબર પડે તેવી રીતે આપણે ગમે ત્યાં ફરી શકીએ છીએ. આપણી અંદર સાક્ષી ભાવ છે એટલે જીવતર ખોબામાં છે.

આજે મોટી નહીં પણ નાની વાતોથી સભાન હોવાની જરૂર છે : પ્રો.ડો.ગોરા ત્રિવેદી

આપણી અંદર સાક્ષી ભાવ છે એટલે જીવતર ખોબામાં છે : ડો.વિનોદ જોષી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો