તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહેબ, સર્વિસ ટેક્સથી બચાવી લેજો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇડીએસમાંડાયમંડ સિટી સુરત અસ્સલ ડાયમંડની જેમ ઝગારા મારી રહ્યુ છે. સ્કીમ શરૂ થયા બાદ અનેક મૂંઝવણો સામે આવી હતી બોર્ડે અને પરિપત્રો દ્વારા મૂંઝવણો દરુ કરવાનો પ્રયાસ કર્યો હતો. અસમંજસની સ્થિતિ વચ્ચે પણ સુરતી કરદાતા દિલ ખોલીને ડેકલેરેશન તો કરી રહ્યા છે પરંતુ મનમાં અનેક સવાલો સંતાકુકડી રમી રહ્યા છે. દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ટોક-શોમાં સવાલો પ્રિન્સિપાલ સીઆઇટી(કમિશનર ઓફ ઇન્કમટેક્સ)-3 રજનિકાંત ગુપ્તાને પૂછવામા આવ્યા હતા. કરદાતાઓનું કહેવું હતુ કે આઇડીએસમાં તો ડેકલેરેશન કરવામાં આવશે પરંતુ સર્વિસ ટેક્સ તો પાછળ નહીં પડી જાય નેω કેમકે હિસાબી ચોપડે દરેક બાબતો દર્શાવવી પડનાર છે. જવાબમાં આઇટી કમિશનર આર.ગુપ્તાાએ કહ્ય હતુ કે સ્કીમની શરૂઆત અગાઉ જાહેર કરી દેવાયુ હતુ કે આઇટી ડિપાર્ટમેન્ટ ડેકલેરેશન બાબતની માહિતી ગુપ્ત રાખશે.હાલ સુધીના સમયમાં બિલ્ડરો દ્વારા ઇન્કમનું ડિસ્કલોઝક કરવામાં આવ્યું છે. અન્ય ઉદ્યોગોમાંથી પણ વેપારીઓ તેમજ મોટા માથાઓ સ્કીમનો લાભ ઉઠાવે તે માટે કમિ. ઓફ ઇન્કમટેક્ષે તેમના પ્રતિનિધિઓ મારફતે સમજાવટ કરવા પર ભારણ મૂક્યું હતું.

નાના વેપારીઓને લાભ મળે અને આઈડીએસની મુદત હજી વધારવા માટે વેપારીઓની માંગ જ્યારે અધિકારીઓ કહે છે, બહુ થયું , હવે કોઈ મુદત નહીં મળશે

બિલ્ડર તો ફસાય જાય ને!

ટોકશોમાં સવાલ ઉઠ્યો હતો કે અત્યાર સુધી બિલ્ડરો કેમ જોરશોરથી આગળ આવી રહ્યા છે ત્યારે ચર્ચા દરમિયાન જવાબ મળયો હતો કે અન્ય કોઈ વેપારી હોય તો સ્ટોકસંતાડીને પણ બચી શકે, જ્યારે બિલ્ડરની બિલ્ડિંગ તો દેખાવાની છે. તેને ક્યાં સંતાડવા જાય. સી.એ. પ્રકાશ ભંભાણીએ કહ્યુ કે સર્વિસ ટેક્સ વિભાગ આઇડીએસના હિસાબો જુએ તો રજૂઆત કરવાનીતૈયારી રાખવી પડશે.

આઇડીએસમાં ડિક્લેરેશન બાદ કરદાતાઓને એક્સાઇઝ - સર્વિસ ટેક્સ જેવી એજન્સીનો પણ ડર

માહિતી એક્સાઇઝ પાસે જાય

^જ્વેલર્સને પહેલેથી એક્સાઇઝનો પ્રશ્ન નડે છે. એવામાં માહિતી અન્ય ડિપાર્ટમેન્ટને મળે તો જ્વેલર્સનો મરો થાય. > નૈનેષપચ્ચીગર, જેમએન્ડ જ્વે. પ્રમુખ

ભ્રષ્ટાચાર વધી જાય

^IDSમાંજે ડિકલેર કરાશે તે બુક પર આવશે એટલે બીજી એજન્સીને હેરાન કરવાની તક મળી જશે. જો ટેક્સ લે તો પણ ઉઘરાણી કરવાનું વિચારશે. > જીતુવખારીયા, પ્રોસે.એસો. પ્રમુખ

બીજી એજન્સી બાબતે વાત નથી

^આવકવેરાવિભાગ પોતે કોઇને વિગત નહીં આપશે. મને એવું લાગે છેકે બીજી એજન્સીને તે કહી શકે કે તપાસ કરતાં. > પી.એમ.શાહ, ચેમ્બરઉપપ્રમુખ

ઉપર સુધી વાત પહોંચાડો

^સર્વિસટેક્સ અને ઇન્કમટેક્સ આવે તો એક રેવન્યુ વિભાગના હેઠળ. આથી અમારી માગ છે કે આઇટી દ્વારા વાત ઉપર સુધી પહોંચાડવામાં આવે. > વેલજીશેટા, ક્રેડાઇપ્રેસિડેન્ટ

નાના લોકોને પણ લાભ થાય

^અત્યારસુધી સ્કીમનો લાભ માત્ર મોટા કરદાતાઓએ ઉઠાવ્યો છે, નાના વેપારીઓ માટે પણ કંઇક કરવામાં આવે, ટેક્સ રેટ ઘટાડી શકાય.> જયલાલવાણી, ટેક્સટાઇલવેપારી

ક્લાયન્ટ માટે લડવું પડે

^જો સર્વિસ ટેક્સ બાબતે ઇન્કવાયરી કરે તો એક સી.એ. તરીકે કલાયન્ટ માટે ઢાળ બનીને ઊભા રહેવું પડે. આઇડીએસમાં અનેક લાભકર્તા પહેલું છે. > પ્રદિપસિંઘી, જીટોચેરમેન

બિલ્ડરોમાં ઉત્સાહ છે

^‘હાલ ઉત્સાહ તો દેખાઈ રહ્યો છે ખાસ કરીને બિલ્ડરોમાં. જો, અન્ય વિભાગની તપાસનો ડર રહે તો અનેક લોકો હજી આગળ આવી શકે છે.’ > મયંકદેસાઇ, સીએ

આવી સ્કીમ કાયમ માટે જોઇએ

^આઇડીએસકાયમ માટે હોવી જોઇએ, રિટર્નમાં એક કોલમ ઊભી કરીને પણ વ્યવસ્થા કરવામાં આવી શકે, સુરતમાં સ્કીમને હજી વધુ પ્રતિસાદ મળશે. > પ્રજ્ઞેશજગાશેઠ, સી.એ.

તારીખ લંબાવવી જોઇએ

^‘સ્કીમને સુરતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તારીખ લંબાવવી જોઇએ. ઓડિટ પણ સાથે ચાલી રહ્યા છે. સ્કીમની તારીખ વધશે તો ડિસ્કલોઝર પણ વધી શકે.’ > મિહીરઠક્કર, સીએ

માહિતી કોઇને અપાય

^ડિપાર્ટમેન્ટકોઇને માહિતી આપશે નહીં, વાત અગાઉથી જાહેર કરાઇ છે. એટલે કરદાતાઓએ સ્કીમનો લાભ લેવા આગળ આવવું જોઇએ. > રજનીકાંતગુપ્તા, આઈટીકમિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો