તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સફળતા માટે ટોળામાંથી છૂટા પડીને એક અલગ રસ્તો બનાવવો પડે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળતા માટે ટોળામાંથી છૂટા પડીને એક અલગ રસ્તો બનાવવો પડે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મારેતો સફળ થવું છે પુસ્તકનાં વિમોચન પ્રસંગે રૂપીન પચ્ચીગરે કહ્યુ હતું કે ‘આપણે ટોળામાં રહેવા માટે ટેવાઇ ગયાં છીએ. જો સમાજ માટે કંઇ અલગ રહેવું હોય તો ટોળામાંથી છુટા પડીને એક અલગ રસ્તો બનાવવો પડશે.’ કાર્યક્રમમાં ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે ‘સફળતાનાં રંગરૂપ અલગ હોય છે. કોઇને એમ થાય કે હું લેખક બની જાવ તો હું સફળ, તો કોઇ એમ માને છે કે હું ઉદ્યોગપતિ બનું તો હું મારી જીંદગીમાં સફળ થયો હોય એવું કહેવાય. કોઇને કલાકાર બનીને સફળ થયો હોય એવું લાગે. પણ મારા મતે જો તમારા જીવનમાં સંતોષ હોય તો તમે સફળ..!!! સ્વભાવ સુધારો એટલે તમને સફળતા મળે જ. દુનિયામાં કોઇ પણ કોઇને નડતું નથી. નડે છે તો તમારો સ્વભાવ. સ્વભાવ સુધરે એટલે સફળતા, સંતોષ અને આનંદ મળે છે.

રૂપિન પચ્ચીગરે લખેલું પુસ્તક ‘મારે તો સફળ થવું છે’ના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષ્ણકાંત ઉનડક્ટનાં હસ્તે બુકનું વિમોચન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદભાઈ ધોળકિયા અને બી.એસ અગ્રવાલ હાજર રહ્યા હતાં.

કાર્યક્રમમા કૃષ્ણકાંત ઉનડક્ટે કહ્યુ હતું કે ‘આમ તો સુરત મારૂ ગમતું શહેર..! કારણ જોઇએ તો નર્મદથી નરસિંહ સુધી નિકળે. ભુટાનમાં હેપીનેસ ઇન્ડેક્સ સૌથી વધારે છે. પરથી મને વિચાર આવ્યો કે જો ભારતનાં કોઇ શહેરનો હેપીનેસ ઇન્ડેક્સ માપવામાં આવે તો સુરતનો સૌથી વધારે આવે. મને લાગે છે કે જ્યારે ભગવાન સુરતીઓને બનાવતો હશે તો તાપીનું પાણી પીને બનાવતો હશે. તાપીનાં પાણીમાં એક અલગ નશો છે. શહેરને સફળતાનો પણ સૌથી મોટો નશો છે અને સફળતા પણ સહજ હોય બહું ઓછું જોવા મળે છે. બધા લોકો સફળ થવા માટે TO DOનું લીસ્ટ બનાવે છે. જો કે મહત્વની વાત છે કે સફળતાનાં રસ્તા પર શું કરવું જોઇએ. બાબતનો ખ્યાલ રાખવો ખુબ જરૂરી છે. તમારે શું કરવું એની ચિંતા કરો. તો તમે કરવાનાં છો. પણ તમારે શું કરવું એની ચિંતા કરો. હું હંમેશા કહું છું કે તમે કોઇને પણ ફોલો કરો. તમે તમારી જાતને ફોલો કરો. તમે ખુદને ઓળખો. હતાશા તો આવશે પણ એનો સામનો કરે તે સફળ થાય છે.

શહેરને સફળતાનો સૌથી મોટો નશો છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો